અંતે ચોર પકડાયો:કોરોના દર્દીના મૃત શરીર પરથી સોનાના દાગીનાની ચોરી કરનાર ઝડપાયો, સિવિલમાં ડેડબોડી પેકીંગનું કામ કરતો હતો

અમદાવાદ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શાહીબાગ પોલીસે આરોપી પાસેથી ચોરેલી રૂ. 1.60 લાખની સોનાની બંગડી કબ્જે કરી

રાજ્યમાં એક તરફ કોરોના મહામારી ચાલી રહી છે. રોજના અનેક લોકો કોરોનાથી મોતને ભેટી રહ્યા છે જેની વચ્ચે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓના શરીર પરથી સોનાના દાગીનાની ચોરીની ઘટનાઓ બની હતી. જેમાં શાહીબાગ પોલીસે દાગીના ચોરી કરનાર શખ્સની ધરપકડ કરી છે. અસારવા 1200 બેડ હોસ્પિટલમાં ડેડબોડી પેકીંગ કરવાનું કામ કરતા આરોપી સાહિલ ઉર્ફે ભુરિયો મકવાણાએ રૂ. 1.60 લાખની સોનાની બંગડી ચોરી કરી હતી જે શાહીબાગ પોલીસે કબ્જે કરી છે.

દર્દીના મોત બાદ શરીર પરથી દાગીના ચોરતો
કોરોના કાળમાં અસારવા સિવિલ હોસ્પિટલની સિક્યુરિટી વિવાદોમાં ઘેરાઈ હતી. કોરોનાથી મૃત્યુ પામેલા લોકોના શરીર પરથી સોનાના દાગીનાની ચોરી કરી લેવાઇ હતી મણીનગર વિસ્તારમાં વકીલવાડીમાં રહેતા રાજેન્દ્ર રાધાણીના માતાને કોરોના પોઝિટિવ આવતા 1200 બેડ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમના શરીર પર રહેલા સોનાના દાગીના અને બંગડીઓ ઉતારી લેવાઈ હતી. જે મામલે તેઓએ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

એક જ દિવસમાં બે લોકોના શરીર પરથી દાગીના ચોરાયાની ફરિયાદ
એક જ દિવસમાં બે લોકોના શરીર પરથી દાગીના ચોરાયાની ફરિયાદ

નિકોલની મહિલાની નથડી અને બુટી ગુમ થઈ હતી
ઉપરાંત શહેરના નિકોલ વિસ્તારમાં રબતા ગીતાબેન દાવડા નામના મહિલાને કોરોના પોઝિટિવ આવતા 7એપ્રિલના રોજ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા અને આજે સવારે તેમનું મૃત્યુ થયું હતું. તેમના પુત્ર નરેશે દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મારી માતાનો મૃતદેહ આપ્યો ત્યારે નાક પર રહેલી સોનાની નથડી અને સોનાની કાનની બુટી ગુમ હતી. 7મી એપ્રિલના રોજ સારવારની એન્ટ્રી પણ કરવામાં આવી નથી.​​​​​​​

માતાના દાગીના માટે પુત્રએ ફરિયાદ કરી હતી
પુત્ર નરેશે દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મારી માતાનો મૃતદેહ આપ્યો ત્યારે નાક પર રહેલી સોનાની નથડી અને સોનાની કાનની બુટી ગુમ હતી. 7મી એપ્રિલના રોજ સારવારની એન્ટ્રી પણ કરવામાં આવી નથી. આ મામલે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં અમે ફરિયાદ કરી છે. અમારી માતા ઉપરાંત અન્ય એક વૃદ્ધાના શરીર પરથી પણ ત્રણેક તોલાના દાગીના ચોરાયા હતા. જેની ફરિયાદ લખાવવા તેમના સ્વજન પોલીસ સ્ટેશનમાં આવ્યા હતા.​​​​​​​

સિવિલ હોસ્પિટલની સિક્યુરિટીના ચોપડામાં એન્ટ્રી જ નથી
સિવિલ હોસ્પિટલની સિક્યુરિટીના ચોપડામાં એન્ટ્રી જ નથી

અઠવાડિયા પહેલા પણ દાગીના ચોરાયા હતા
નવી સિવિલની કોવિડ-19 હોસ્પિટલમાંથી અઠવાડિયા પહેલા વૃદ્ધાના 50 હજારની કિંમતના દાગીનાની ચોરી થઈ હતી. આ ચોરીના કેસમાં સીસીટીવી ફૂટેજના આધારે ખટોદરા પોલીસે આયાને પકડી પાડી સોનાના ઘરેણાં કબજે કરી લીધા હતા. વધુમાં વૃદ્ધાના પુત્ર રાજેશ સુવાગીયા ખટોદરા પોલીસમાં ફરિયાદ આપી હતી. 5મી એપ્રિલે રાજેશની માતા વિજ્યાબેન(68) પોઝિટિવ આવતા નવી સિવિલના કોવિડ-19 હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.