તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગુજરાત દિવસની ઉજવણી:ઉત્કૃષ્ટ કામગીરી બદલ ગુજરાત ગૌરવ રત્ન એવોર્ડથી નવાજાશે આ અનોખા ગુજરાતીઓ

5 મહિનો પહેલા
  • કૉપી લિંક

કોરોનાના બંધન વચ્ચે પણ ગુજરાતનો સ્થાપના દિવસ આ વખતે વિશે્ષ બની રહે છે. જાણીતા લેખક ડો. શૈલેષ ઠાકર દ્વારા લખાયેલ પુસ્તક “કોરોના વર્સસ હ્યુમનિટી”પ્રકાશિત થયું છે. આ પુસ્તકના વેચાણ દ્વારા પ્રાપ્ત થતી તમામ આવક કોરોના યોદ્ધાઓના પરિવારોના ઉત્કર્ષ માટે દાન કરવામાં આવશે.

તો સાથે જ સંજય લીલા ભણસાલી, પંકજ ઉધાસ અને 7 પદ્મશ્રી મહાનુભવોની પુષ્ટિ કરવામાં આવી છે કે આ પ્રસંગે આયોજિત ગુજરાત ગૌરવ રત્ન એવોર્ડ સમારોહમાં તેમની ઉપસ્થિતિ વિશેષ રહેશે. આયના (એસોસિએશન ઓફ ઇન્ડિયન અમેરિકન્સ ઓફ નોર્થ અમેરિકા) અને કેપીએફ (નોલેજ પ્લસ ફાઉન્ડેશન) વિવિધ ક્ષેત્રમાં સૌથી વધુ ફાળો આપવા બદલ ઉત્કૃષ્ટ ગુજરાતીઓના ગુજરાત ગૌરવ રત્ન એવોર્ડથી સન્માન કરે છે. આ સન્માન માટે સ્પોર્ટ્સ, સામાજિક સેવા, સંગીત, તબીબી વિજ્ઞાન, શિક્ષણ, કાયદો, કલા અને ફિલ્મ અને પ્રોફેશનલ્સમાંથી કુલ 29 મહાનુભવોની પસંદગી થઈ છે.

મનોજ જોષી (કલાકાર), લજ્જા ગોસ્વામી (ખેલ જગત)
મનોજ જોષી (કલાકાર), લજ્જા ગોસ્વામી (ખેલ જગત)

ગુજરાતની સ્થાપના 1 લી મે, 1960 ના દિવસે થઈ હતી. સ્થાપના દિનને યાદગાર બનાવતાં આ દિવસે અમદાવાદમાં ઉત્કૃષ્ટ ગુજરાતીઓનું ડિજિટલી સન્માન કરી ઉજવણી થશે. પંકજ ઉધાસ, દિલીપ જોશી, આસીત મોદી, હરીશ ભીમાણી જેવા ઉત્કૃષ્ટ ગુજરાતીઓને એક સન્માન, પ્રશંસાપત્ર અને પુષ્પો અર્પણ થશે. બિમલ પટેલ, મનોજ જોશી, મથુર સવાણી, યઝદી કરંજિયા, વી.વી. મારવણિયા અને નારાયણ જોશી જેવા પદ્મશ્રી આ પ્રસંગે સન્માનિત થવા જઈ રહ્યા છે.

એવોર્ડ મેળવનારાઓમાં આ સાથે મનુભાઇ પરમાર (હાર્મોનિયમ), નારાયણ જોશી (સાહિત્ય અને સમાજ સેવા), ડો. મુકેશ બાવીસી (મેડિસિન), મનીષ મહેતા અને દેવાંગ ભટ્ટ (ડિજિટલ અને ટીવી મીડિયા), મિત્તલ પટેલ (ગ્રામીણ સેવાઓ) અને માનસી જોષી, રૂઝાન ખંભાતા, (સમાજસેવા) સૌમ્યા જોશી (કલા) અજિત સી શાહ, અશોક જૈન, અને સમુદ્રપારથી હર્ષદ બારોટ, (યુગાન્ડા) વિજય ઠક્કર (યુએસએ) જેવા વ્યવસાયિકોની પસંદગી સમાજમાં તેમના અનંત યોગદાન માટે થઈ છે. આ યાદીમાં જાજરમાન અભિનેત્રી સરિતા જોશી, ડો. પંકજ શાહ, શૂટર ‌અને પોલીસ વુમન ‌તરીકે‌‌ જાણીતા ‌લજ્જા ગોસ્વામી, બાહોશ ‌પોલીસ અધિકારી તરૂણ બારોટ અને નિલેશ ત્રિવેદીનું નામ ઉમેરીને અમને ગૌરવ અનુભવ થાય છે.

પંકજ ઉધાસ સંગીત, રુઝાન ખંભાતા, સરિતા જોષી (કલાકાર)
પંકજ ઉધાસ સંગીત, રુઝાન ખંભાતા, સરિતા જોષી (કલાકાર)

જ્યૂરીએ પ્રાપ્ત 128 એન્ટ્રીમાંથી 29 નામોની પસંદગી કરી છે. જ્યૂરીનું નેતૃત્વ સી.કે.પટેલ અને અન્ય 4 સભ્યોએ શોભાવ્યું છે. પાંચ જ્યુરી સભ્યો અને શ્રી હેમંત શાહે (પ્રમુખ, એનઆરજી એસોસિએશન) ભારપૂર્વક જણાવ્યું હતું કે જન્મથી ગુજરાતી અને વિશ્વભરમાં સક્રિય છે એવા ઉપરાંત અન્ય સ્થળે જન્મેલા અને ગુજરાતને કર્મ ભૂમિ તરીકે પસંદ કરી છે તેવા મહાનુભવો આ સન્માન માટે પસંદ થયા છે. અમને અત્યાર સુધીમાં 128 અરજીઓ મળી. જેમાંથી અમે 29 લોકોને પસંદ કર્યા છે.

દેવાંગ ભટ્ટ અને મનીષ મહેતા ( ટીવી મીડિયા અને ડિજિટલ)
દેવાંગ ભટ્ટ અને મનીષ મહેતા ( ટીવી મીડિયા અને ડિજિટલ)

ખ્યાતનામ લેખક અને બ્લોગર ડો. શૈલેષ ઠાકરે “કોરોના વર્સસ હ્યુમનિટી”પુસ્તક લખ્યું છે. બધા જ ફોરમેટમાં એક જ દિવસે એક પુસ્તક બહાર પાડવામાં આવ્યું છે. પુસ્તક દ્વારા પ્રાપ્ત થતી આવકનો ઉપયોગ કોવિડ-19 યોદ્ધાના પરિવારના સભ્યોની સહાયતા માટે કરવામાં આવશે.

ડો.શૈલેષ ઠાકરે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ‘જ્યારે તમે બહાર મુસાફરી કરી શકતા નથી ત્યારે અંદર જઇ શકો છો. આ સ્થિતિએ જ મને પુસ્તક લખવા પ્રેર્યો છે. પુસ્તક 14 પ્રકરણોની અનુક્રમણિકા સાથે છે અને 178 પાનામાં આલેખાયું છે. પ્રકૃતિનું મહત્વ, પૃથ્વીનું સંતુલન, સુપર પાવરમાં વિશ્વાસ, જીવનશૈલી વિરુદ્ધ જીવનશૈલી, સહનિર્માણો અને ગ્રહ પર સહ-અસ્તિત્વ, દરેકને કંઈક અર્પણ કરવાનો વિશ્વાસ, ભૂમિકા અને દરેકની જવાબદારીમાં શ્રદ્ધા. વિજયી સમીકરણ સાથે પ્રકૃતિ અને સુપર ઇન્ટેલિજન્સમાં કંઈપણ નકામું નથી એ સમજ પુસ્તકમાં આવરી લેવાયા છે.’

યઝદી કંજારીયા (પદ્મશ્રીથી સન્માનિત) , માનસી જોષી (ખેલ જગત)
યઝદી કંજારીયા (પદ્મશ્રીથી સન્માનિત) , માનસી જોષી (ખેલ જગત)

પોલીસ કર્મચારી, નર્સો, હોસ્પિટલના વોર્ડ બોય, કર્મચારીના 108 ડ્રાઇવરો, હોસ્પિટલ સ્ટાફના સભ્યો અને જીવન ગુમાવનાર પેરા મેડિકલ સર્વિસના સભ્યો અને તેમની પત્ની / પુત્રીઓ જેવા કોવિડ-19 યોદ્ધાઓને કેપીએફ દ્વારા દત્તક લેવામાં આવશે. પુસ્તક થકી જે આવક થાય તેનાથી તેમને શૈક્ષણિક સહાય, તબીબી વીમો આપી શકાય એ માટે આયોજન છે. કોવિડ -19 ની પરિસ્થિતિ સામાન્ય થયા પછી આ માટે એક કાર્યક્રમ પણ યોજવામાં આવશે.

મનુભાઈ પરમાર(હાર્મોનિયમ ઉસ્તાદ), મિત્તલ પટેલ (ગ્રામીણ સેવાઓ)
મનુભાઈ પરમાર(હાર્મોનિયમ ઉસ્તાદ), મિત્તલ પટેલ (ગ્રામીણ સેવાઓ)

આ સૂચિ ડિજિટલી જાહેર કરવામાં આવી છે - http://kpfoundations.com/gujaratratnagauravaward/

અન્ય સમાચારો પણ છે...