આજથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે આવી રહ્યા છે. બીજી તરફ આવતી કાલે મોરેશિયસના વડાપ્રધાન સાથે PM મોદી અમદાવાદમાં રોડ શો કરશે. જેમાં આશરે 10 હજારથી વધુ લોકો માનવ સાંકળ રચી બંને દેશના વડાપ્રધાનને આવકારશે. એવામાં આ રોડ શોને લઈને ડફનાળાથી નોબેલનગર ટી સુધી વાહનોની અવર જવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મોરેશિયસના વડાપ્રધાન પ્રવીણ જુગનૌથના રોડ શોના કાર્યક્રમને લઈ 19મીએ બપોરે 3 વાગ્યાથી તમામ પ્રકારના વાહનોની અવર-જવર માટે ડફનાળાથી નોબલનગર ટી સુધી વાહનોની અવાર જવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. વાહન ચાલકો આ દરમિયાન વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે.
ક્યાંથી ક્યાં સુધી રોડ બંધ રહેશે?
વૈકલ્પિક માર્ગ
નોંધનીય છે કે, 18 એપ્રિલથી 21 એપ્રિલ એમ ચાર દિવસમાં બે વિદેશી અને એક દેશના વડાપ્રધાન ગુજરાતની મુલાકાત લઈ રહ્યા છે. રાજ્યમાં ચાર દિવસમાં ત્રણ વડાપ્રધાનના કાર્યક્રમો સૂચક છે. આ મુલાકાતોમાં ઇન્વેસ્ટમેન્ટ અને ઇન્ડસ્ટ્રી એમ બે મુખ્ય બાબતની ચર્ચા કરવામાં આવશે, જેમાં મોરિશિયસના વડાપ્રધાન પ્રવિંદ જુગનાથ સૌરાષ્ટ્રમાં તો બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસન મધ્ય ગુજરાતમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. જ્યારે વડાપ્રધાન મોદી સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વિવિધ વિકાસકાર્યોનાં લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.