તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આત્મનિર્ભર:મોટો એરિયા UVથી સેનેટાઇઝ કરે છે આ ઉપકરણો

અમદાવાદ10 મહિનો પહેલા
  • કૉપી લિંક
આ યુ.વી ટાવર છે. જેને જે જગ્યાએ મુકવામાં આવે તેની આસપાસના વાતાવરમને તે વાયરસમુક્ત કરે છે. પબ્લીક પ્લેસ પર, એરપોર્ટ, રેલ્વે સ્ટેશન સરકારી કચેરીઓ મોટી ઇન્ડસ્ટ્રીમાં આ ડિવાતેનો ઉપયોગ કરી મોટો વિસ્તાર સેનેટાઇઝ કરાય છે. - Divya Bhaskar
આ યુ.વી ટાવર છે. જેને જે જગ્યાએ મુકવામાં આવે તેની આસપાસના વાતાવરમને તે વાયરસમુક્ત કરે છે. પબ્લીક પ્લેસ પર, એરપોર્ટ, રેલ્વે સ્ટેશન સરકારી કચેરીઓ મોટી ઇન્ડસ્ટ્રીમાં આ ડિવાતેનો ઉપયોગ કરી મોટો વિસ્તાર સેનેટાઇઝ કરાય છે.
  • સ્ટાર્ટઅપે સેનેટાઇઝેશનના ઉપકરણ સાથે 50 પરિવારોને રોજગારી આપી બનાવ્યા આત્મનિર્ભર

કોરોનાથી બચવાનો શ્રેષ્ઠ ઉપાય સેનેટાઇઝર છે. પરંતુ કેટલાંક ઉપકરણમાં સેનેટાઇઝરથી વાપરી શકાતાં નથી. જેના વિકલ્પ તરીકે EDIના વિદ્યાર્થી હર્ષ શાહે યુ.વી. લાઇટથી સેનેટાઇઝેશન કરતાં ઉપકરણો બનાવ્યાં છે. તેમણે ઈ-સ્ટાર્ટઅપમાં યુ.વી.લાઇટ આધારિત શીયુવી નામના ઉપકરણો ઇનોવેટ કર્યાં છે. જેમાં ટીમે સહયોગ આપ્યો છે.

અમદાવાદની 5 સ્ટાર હોટલો અને ફાર્મા કંપનીઓમાં આ ઉપકરણોનો વપરાશ થઇ રહ્યો છે. હર્ષ શાહે કહ્યું હતું કે, સંક્રમણને રોકવા અસરકારક ઉપાય અગત્યના છે. અમે માર્ચમાં આ ઇનોવેશન તૈયાર કર્યું. 7 વ્યક્તિઓ મારી ટીમમાં જોડાયેલાં છે. તેમજ અન્ય 50 પરિવારોને રોજગારી મળી રહ્યી છે.

શિયુ.વી. જર્મીવન્ડ : પર્સનલ ડીસ ઇન્ફેક્શન ડિવાઇસ છે. જે હાથથી પકડી શકાય તેવી લાકડી છે. જે યુવીસી ટેક્નિક જંતુનાશક શક્તિ સાથે કાર્ય કરે છે. કોઇ પણ સપાટી પર આ ડિવાઇસ ફેરવવાથી તેના સંસર્ગમાં આવતી સપાટીને 50 સેકન્ડમાં જંતુ મુક્ત કરે છે. લેબ ટેસ્ટીંગ મુજબ આ ડિવાઇસ વસ્તુઓને 99.9% જીવાણુ મુક્ત કરે છે.

ધ જર્મએન્ડ : આ એક ઓવન બોક્સ છે. જેની ક્ષમતા 52 લીટર જેટલી છે. જાહેર સ્થળો પર તેને ઇન્સ્ટોલ કરી શકાય છે. કાર્ગોમાં આવતો-જતો સામાન, હોટલ ઇનડસ્ટ્રીમાં લવાતા શાક-ભાજી કે અન્ય ખાદ્ય વસ્તુઓ, એરપોર્ટ પર સામાન, જાહેર ઓફિસોમાં સ્ટેશનરીને સેનેટાઇઝ કરવા આ ડિવાઇસને વાપરી શકાય છે.

સેનેટાઈઝરના છે આ ગેરફાયદા

  • સોડિયમ હાયપોક્લોરાઇડ કે આલ્કોહોલયુક્ત સેનેટાઇઝરમાં કેમિકલ હોવાથી ખોરાક, વાસણો, બાળકો કે પાલતુ પ્રાણી પર ઉપયોગ કરી શકાતો નથી.
  • કાટવાળી ધાતુ પર સેનેટાઇઝર વાપરી શકાતું નથી
  • સેનેટાઇઝરના વધુ પ્રયોગથી આંખમાં બળતરા, ત્વચામાં ઇરિટેશન થવાની શક્યતાઓ રહેલી છે.
  • કપડાં, કે અગત્યના ડોક્યુમેન્ટ પર ડાઘ પડી શકે છે.
  • ગેજેટ્સ, ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો, સ્ટેશનરી, ચલણ, વગેરે પર સેનેટાઇઝરનો વપરાશ કરી શકાતો નથી.
  • સેનેટાઇઝરને તમારે દર વખતે રીફીલ કરવાની જરૂર રહેતી હોય છે જે આ ઉપકરણમાં જરૂરી નથી.
  • જ્યારે આ ઉપકરણો વ્યક્તિગત ઉપકરણ છે. જે કેમિકલ ફ્રી, હલકા વજનનાં, કોમ્પેક્ટ અને પોર્ટેબલ યુનિવર્સલ પાવર-ઇનપુટ ક્ષમતાવાળું હોવાથી ગમે ત્યારે તેનો ઉપયોગ થઇ શકે છે.
અન્ય સમાચારો પણ છે...