તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમદાવાદીઓના કામની વાત:આવતીકાલે રથયાત્રાને પગલે શહેરના આ રસ્તાઓ બંધ રહેશે, AMTS-BRTSના રૂટમાં પણ ફેરફાર કરાયો, વાંચો સંપૂર્ણ લિસ્ટ

અમદાવાદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રથયાત્રાના રૂટ પર સવારે 7થી બપોરના 2 વાગ્યા સુધી કર્ફ્યૂ રહેશે
  • AMTS-BRTSના ઘણા રૂટમાં ડાયવર્ઝન આપવામાં આવ્યું

અમદાવાદ શહેરમાં કોરોના વચ્ચે ભગવાન જગન્નાથજીની બીજી રથયાત્રા આવતીકાલે નીકળશે. રાજ્ય સરકારે રથયાત્રાના રૂટ પર કર્ફ્યૂ લગાવી રથયાત્રા યોજવા મંજૂરી આપી દીધી છે. સાથે જ રથયાત્રાના સંપૂર્ણ રૂટ પર સવારે સવારથી બપોરના 2 વાગ્યા સુધી કર્ફ્યૂ જાહેર કરવામાં આવ્યો છે. પૂર્વ અને પશ્ચિમને જોડતા તમામ બ્રિજ રથયાત્રા સવારે નીકળી અને પરત ન આવે ત્યાં સુધી બંધ રહેશે. રૂટ પર રહેતા લોકો ઘરે મહેમાનોને પણ નહીં બોલાવી શકે. સાથે જ શહેરના પૂર્વમાં કેટલાક રસ્તાઓ બંધ રહેશે, એવામાં જો તમે કાલે આ રસ્તાઓ પરથી નીકળવાના હોય તો તમારે આ વિશે જાણવું જરૂરી છે.

રથયાત્રા સમયે અમદાવાદના આ રૂટ પર કર્ફ્યૂ રહેશે
* જમાલપુર મંદિરથી ગોળલીમડા
* ગોળલીમડાથી ખાડિયા સર્કલ
* ખાડિયા સર્કલથી કાલુપુર સર્કલ
* કાલુપુર સર્કલથી સરસપુર સર્કલ
* સરસપુર સર્કલથી શારદાબેન હોસ્પિટલ
* પ્રેમ દરવાજાથી દિલ્હી ચકલા
* સરસપુર સર્કલથી આર.સી. હાઇસ્કૂલ
* પીઠડિયા બંબાથી પાનકોર નાકા
* પાનકોર નાકાથી માણેકચોક
* માણેકચોકથી જમાલપુર મંદિર

આ વિસ્તાર નો-પાર્કિંગ ઝોનમાં
શહેરના જમાલપુર ચકલા, વૈશ્યસભા, ખમાસા, ગોળલીમડા, આસ્ટોડિયા ચકલા, રાયપુર ચકલા, ખાડિયા જૂનો ગેટ, ખાડિયા ચાર રસ્તા, પાંચકૂવા, કાલુપુર સર્કલ, કાલુપુર ઓવરબ્રિજ, સરસપુર, પ્રેમદરવાજા, જોર્ડન રોડ , દિલ્હી ચકલા, ઘીકાંટા રોડ, ફુવારા, ચાંદલા ઓળ, સાંકડી શેરીના નાકે થઈ માણેકચોક શાક માર્કેટ, દાણાપીઠ સુધીના રસ્તામાં નો-પાર્કિંગ ઝોન રહેશે.

BRTSના આ રૂટમાં કોરોનાના કારણે ફેરફાર થશે
BRTSના આ રૂટમાં કોરોનાના કારણે ફેરફાર થશે

BRTS બસો કયા રૂટ બંધ રહેશે?
રથયાત્રાને પગલે BRTSના ઝુંડાલથી નારોલ, નરોડા ગામથી ઈસ્કોન ચાર રસ્તા, એસ.પી રીંગ રોડ (ઓઢવ)થી એલ.ડી. એન્જિનિયરીંગ, RTO સર્ક્યુલર રૂટ તથા RTO એન્ટીસર્ક્યુલર રૂટ બંધ રહેશે. જ્યારે 3 રૂટમાં આંશિક ફેરફાર કરવામાં આવ્યો છે.

AMTSના 57 રૂટ ટૂંકાવવામાં આવ્યા
AMTSના 57 રૂટ ટૂંકાવવામાં આવ્યા

AMTSના 46 રૂટ પર ડાયવર્ઝન
શહેરમાં રથયાત્રાને પગલે સવારે 6થી બપોરે 2 દરમિયાન AMTSના 105 રૂટની 483 બસોને અસર થશે. જેમાં 46 રૂટ પર 271 બસોને ડાયવર્ઝન અપાયું છે. 57 જેટલા રૂટને ટૂંકાવવામાં આવ્યા છે અને 2 રૂટ પરની બસોને બંધ કરવામાં આવી છે.

5 કલાકમાં 22 કિ.મીના રૂટ પર રથયાત્રા પૂરી થશે
નોંધનીય છે કે ગત વર્ષે કોરોનાના કેસો વધારે હોવાથી રથયાત્રાને મંજૂરી નહોતી અપાઈ. જ્યારે આ વર્ષે કોરોના કેસની સંખ્યા ઓછી હોવાને કારણે પરંપરાગત રૂટ પર રથયાત્રા યોજવાની મંજૂરી મળી છે. માત્ર પાંચ કલાકમાં 22 કિ.મીના રૂટ પર ફરીને ભગવાનના રથ નિજ મંદિરમાં પરત ફરશે અને રથયાત્રા સંપન્ન થશે. ભગવાનની રથયાત્રાનો પ્રસાદ ગુરૂપૂર્ણિમા સુધી વહેંચવામાં આવશે.