• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • These 8 Principles Are The Solution To Every Disaster, Including The Plague; Immortal Thoughts Contain The Happiness Of A Peaceful, Healthy And Perfect Life

ભગવાન મહાવીરની જયંતિ:આ 8 સિદ્ધાંતોમાં છે મહામારી સહિત દરેક આપત્તિનું સમાધાન; અજર-અમર વિચારોમાં શાંતિમય, સ્વસ્થ અને સંપૂર્ણ જીવનનું સુખ સમાયેલું છે

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રથમ તીર્થંકર આદિનાથજી અને અંતિમ તીર્થંકર મહાવીર સ્વામી એકસાથે. - Divya Bhaskar
પ્રથમ તીર્થંકર આદિનાથજી અને અંતિમ તીર્થંકર મહાવીર સ્વામી એકસાથે.

જૈન ધર્મના પ્રથમ તીર્થંકર આદિનાથજી અને અંતિમ તીર્થંકર મહાવીર સ્વામીની આ મૂર્તિમાં બંને એકસાથે એક જ શિલા પર છે. આ પ્રકારની આ એકમાત્ર મૂર્તિ જ છે, જે લંડનના બ્રિટિશ મ્યુઝિયમમાં છે. તેની ઊંચાઇ 69 સે.મી. અને પહોળાઇ 36 સે.મી. છે. ડાબી તરફની મૂર્તિ આદિનાથજીની અને જમણી તરફની મહાવીરજીની છે. મૂર્તિ પહેલાં ઓડિશામાં હતી, પછી બ્રિટન લઇ જવાઇ હતી.

1. મુહપત્તી - સંક્રમણ રોકવા માટે માસ્ક
પરમાત્મા મહાવીરે સૌના માટે મુખ પર પટ્ટી રાખવાનું વિધાન કર્યું હતું. ત્યારથી તમામ સાધુ પોતાના મુખ પર વસ્ત્રની એક આઠ પડવાળી પટ્ટી રાખે છે. કારણ, જ્યારે આપણે બોલીએ છીએ કે વાત કરીએ છીએ તો હવામાં રહેલા જીવાણુ અને વિષાણુ આપણા મુખ માર્ગ અને શ્વાસોથી થઈને શરીરમાં પહોંચીને કોઈ પણ પ્રકારના સંક્રમણનું કારણ ન બને. આ જ માસ્ક (મુહપત્તી) કોરોનાથી લડવામાં સૌથી મોટું હથિયાર બનીને ઉભરે છે.

2. સમ્યક એકાંત - આઇસોલેશનનું રૂપ
જૈન મુનિ દુનિયાની તમામ દુષ્ટતાઓથી બચવા માટે સમ્યક એકાંતનો સહારો લેતા હતા જેથી તેમનામાં કોઈ પણ પ્રકારની દુન્યવી વિકાર લોભ, લાલચ ન આવી શકે અને આ પ્રકારના વિકાસ તેમની સાધનામાં અડચણરૂપ ન બને. સમ્યક એકાંતનું આધુનિક રૂપ આઇસોલેશન હતું, જેનાથી કોરોના મહામારીથી લડવા અને આ વિકારોથી બચવામાં આપણી મદદ કરી. વાયરસ તમામની જિંદગીનું દુશ્મન બની ગયો હતો.

3. સાવરણી - સ્વચ્છતા સર્વોપરી છે
આપણી રોગ પ્રતિરોધક ક્ષમતાનો સૌથી મોટો સંબંધ ઘરની સ્વચ્છતાથી છે. તેથી ઘરનો કચરો કાઢવા માટે મુલાયમ સ્પર્શવાળી સાવરણી (ઝાડૂ)નું મહત્વ જૈન ધર્મમાં વર્ષો પૂર્વથી રહ્યું છે. સ્વચ્છ અને આરોગ્યપ્રદ જીવન જીવવા માટે આજે પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. કચરામાં રહેલા જીવાણુ-વિષાણુઓને ઘરથી બહાર કરવામાં સાવરણીનું મહત્ત્વનું સ્થાન છે.

4. શાકાહાર - સાત્વિક ભોજનથી સ્વાસ્થ્ય
જૈન ધર્મના મુખ્ય સિદ્ધાંતોમાં એક છે, શાકાહાર. તેમાં અહિંસાનું પાલન પણ છે અને સ્વાસ્થ્યની પ્રાપ્તિ પણ. વૈજ્ઞાનિક શોધો દ્વારા એ સ્પષ્ટ છે કે મોટાભાગના રોગોની ઉત્પત્તિમાં માંસાહાર એક મુખ્ય કારણ છે. ચીનના વુહાનમાં સી-ફૂડ્સની પ્રચુરતાના કારણે કોવિડના ભયાનક ફેલાવાના અહેવાલો પ્રકાશમાં આવ્યા હતા. તેનાથી એ સ્પષ્ટ છે કે રોગોથી બચવા માટે શાકાહાર જ સર્વોત્તમ આહાર છે.

5. સંઘટ્ટા - સોશિયલ ડિસ્ટન્સિંગ જરૂરી
જેને વર્તમાનનું વિજ્ઞાન સોશિયલ ડિસ્ટન્સિંગ કહે છે, જૈન ધર્મમાં તેને સંઘટ્ટા કહેવામાં આવે છે. કોરોનાથી બચાવ માટે સરકારે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાનો નિયમ બનાવ્યો હતો. જેથી લોકો એક-બીજાના સંપર્કમાં ન આવે અને રોગ-પ્રતિરોધથી બચાવ થઈ શકે. પરમાત્મા મહાવીરે હજારો વર્ષ પહેલા વિજાતીયના સ્પર્શથી બચવાનો ઉપદેશ આપ્યો હતો. આ ઉપાય રોગથી બચાવમાં પણ હંમેશા કારગર રહ્યો છે.

6. અલગાવ - ક્વૉરન્ટાઈનનું પ્રાચીન રૂપ
ધ્યાન ધરવા માટે જૈન ધર્મ વર્ષોથી અલગાવના સિદ્ધાંતને અપનાવતું રહ્યું છે. જ્યારે આપને ધ્યાન ધરવું હોય તો પોતાના ખાસ લોકોથી થોડા સમય માટે અલગાવ કરી લો, જેનાથી કોઈ પણ પ્રકારનો વિકાર આવવા કે સંક્રમણની આશંકા ઘટી જાય છે. આ અલગાવ કે અંતરનો સિદ્ધાંત કામ આવ્યો વાયરસના સંક્રમણને રોકવામાં. તેને આપણે વર્તમાન ક્વૉરન્ટાઈનના નામથી જાણ્યો છે.

7. પાણી અલ્પ જ - પાણીના મૂલ્યનો બોધ
પરમાત્મા મહાવીરે આચારાંગ સૂત્રમાં પાણીનો અલ્પતમ ઉપયોગ કરવાનો ઉપદેશ આપ્યો છે. સ્પષ્ટ છે કે પરમાત્માને આજથી 2500 વર્ષ પૂર્વ જ પાણીના મૂલ્યનો પૂર્ણ બોધ હતો. આ સિદ્ધાંત કોવિડથી બચવાની દૃષ્ટિથી પણ મહત્ત્વપૂર્ણ છે. જ્યાં ભેજ હોય છે, ત્યાં જીવોત્પત્તિ વધુ હોય છે. જીવ વિવિધ રોગોનું કારણ બને છે. જૈન જીવનશૈલીના આ સિદ્ધાંતના પરિપાલનથી રોગ-મુક્ત રહી શકાય છે.

8. ગરણું - જેથી મળે સ્વચ્છ જળ
જૈન ધર્મમાં પાણીનો ઉપયોગ ગાળ્યા વગર કરવાનું વિધાન નથી. પાણીને બે કે ત્રણ પડવાળા જાડા કપડાથી ગાળવું જરૂરી છે. પાણીને ગાળીને પીવાથી તેમાં રહેલા વિવિધ પ્રકારના સંક્રામક રોગ ફેલાવનાર જીવાણુઓ/વિષાણુઓથી બચી શકાય છે. કોવિડકાળમાં આ ક્રિયા વિધિના મહત્ત્વનો બધાને અનુભવ કર્યો.

અન્ય સમાચારો પણ છે...