તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહિલા મંત્રીઓ વધશે:​​​​​​​મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળમાં આ 4 મહિલા ધારાસભ્યોને મળી શકે ચાન્સ

અમદાવાદ3 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • રૂપાણી સરકારના 11 કેબિનેટ મંત્રીઓમાંથી માત્ર 3 જ મંત્રીઓ નવા મંત્રીમંડળમાં સામેલ થાય તેવી શક્યતા

ગુજરાતમાં હાલમાં રાજકીય ઊથલપાથલનો માહોલ સર્જાયો છે. બે દિવસ પહેલા ગુજરાતના નવા મુખ્યમંત્રીની શપથવિધિ આવતીકાલે બપોરે 1.30 કલાકે કેબિનેટ મંત્રીઓની પણ શપથવિધિ યોજાશે. નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતાના મંત્રીમંડળમાં નવા અને યુવા ચહેરાઓને વધારે સ્થાન આપી શકે છે. આ સાથે જ કેબિનેટમાં મહિલાઓની પણ સંખ્યામાં વધારો થઈ શકે છે. જાણવા મળ્યું છે કે, રૂપાણી સરકારના 11 કેબિનેટ મંત્રીઓમાંથી માત્ર દીલીપ, ઠાકોર, ગણપત વસાવા અને જયેશ રાદડિયાને નવા મંત્રીમંડળમાં સામેલ કરે તેવી શક્યતા છે.

નવા મંત્રીમંડળમાં થઈ શકે મહિલા મંત્રીઓનો વધારો
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળમાં ગુજરાતના 4 મહિલા ધારાસભ્યોને સામેલ કરવામાં આવી છે. જેમા સુરતના ધારાસભ્ય સંગીતા પાટીલ, વડૉદરાના ધારાસભ્ય મનીષા વકીલ, ભૂજના ધારાસભ્ય નિમાબેન આચાર્ય તેમજ ઊંઝાના ધારાસભ્ય ડો. આશા પટેલને કેબિનેટમાં મંત્રી બનાવવામાં આવે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. હાલની સ્થિતિને જોઈને એવું પણ મનાય છે કે, નવા મંત્રીમંડળમાં મહિલાઓની સંખ્યા 4થી પણ વધી શકે છે.

મુખ્યમંત્રી બન્યાં બાદ ભૂપેન્દ્ર પટેલે સૌનો આભાર વ્યક્ત કર્યો
મુખ્યમંત્રી બન્યાં બાદ ભૂપેન્દ્ર પટેલે સૌનો આભાર વ્યક્ત કર્યો

જાતિના સમીકરણોને પણ ધ્યાનમાં લેવાશે
ભાજપના એક વરિષ્ઠ નેતાએ કહ્યું હતું કે, ભૂપેન્દ્ર પટેલ નવા મુખ્યમંત્રી છે અને તેમની ટીમમાં પણ નવા સભ્યો હશે. પહેલા એવું કહેવામાં આવી રહ્યું હતું કે તેમના મંત્રીમંડળમાં કેટલાક વરિષ્ઠ મંત્રીઓ હશે, પરંતુ હવે એવું લાગતું નથી. તે જ સમયે, જાતિ અને પ્રદેશના સમીકરણોને પણ ધ્યાનમાં લેવામાં આવશે. 22 કે 25 સભ્યોને મંત્રીમંડળમાં રાખવાને બદલે, 27 સભ્યોના સમગ્ર મંત્રીમંડળની રચના થવાની ધારણા છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં નવા ચહેરાઓને વધારે ચાન્સ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં નવા ચહેરાઓને વધારે ચાન્સ

ધારાસભ્યોને મંત્રી બનાવવા બે જૂથો વચ્ચે ભારે ખેંચતાણ
સત્તા સંભાળ્યાના ગણતરીના કલાકોમાં ભૂપેન્દ્રભાઈ સૌરાષ્ટ્રમાં પુરની પરિસ્થિતિનું આંકલન કરવા માટે ગાંધીનગરથી નીકળી ગયા હતાં. એમની ગેરહાજરીમાં કમલમ-સી.આર.ના બંગલે 24 કલાકથી મંત્રીઓના નામની યાદીમાં ફેરફારો થઈ રહ્યાં છે. ગુજરાત ભાજપમાં બે મોટા જૂથ આનંદીબેન- અમિત શાહ જૂથના ધારાસભ્યોને મંત્રી બનાવવા માટેની ખેંચતાણ ચાલી રહી છે. ગુજરાત ભાજપના એક વરિષ્ઠ નેતાના જણાવ્યા પ્રમાણે અંદરખાને મોટી તડાફડી છે. એટલે મંત્રીમંડળની રચના જેમ બને એમ વહેલી થાય તો સારુ અને એ દિશામાં જ કામગીરી ચાલી રહી છે.

નવી સરકારના સંભવિત મંત્રીઓ

 • નીમાબહેન આચાર્ય- ભૂજ
 • જગદીશ પટેલ- અમરાઈવાડી
 • શશીકાંત પંડ્યા- ડીસા
 • રૂષિકેશ પટેલ- વિસનગર
 • ગજેંદ્રસિંહ પરમાર-પ્રાંતિજ
 • ગોવિંદ પટેલ- રાજકોટ
 • આર.સી.મકવાણા- મહુવા
 • જીતુ વાઘાણી- ભાવનગર
 • પંકજ દેસાઇ- નડીયાદ
 • કુબેર ડિંડોર- સંતરામપુર
 • કેતન ઇનામદાર- સાવલી
 • મનીષા વકિલ- વડોદરા
 • દુષ્યંત પટેલ- ભરૂચ
 • સંગીતા પાટીલ- સુરત
 • મોહન ઢોડિયા- મહુવા
 • નરેશ પટેલ- ગણદેવી
 • કનુભાઈ દેસાઈ- પારડી
 • ડો. આશાબેન પટેલ- ઊંઝા
 • હર્ષ સંઘવી- સુરત
અન્ય સમાચારો પણ છે...