રૂપાણીનું રાજીનામું કેમ લેવાયું?:વિજય રૂપાણીના રાજીનામા પાછળ એન્ટી ઇન્કમ્બન્સી અને સંગઠન સાથેના મતભેદો સહિતના આ 4 મુખ્ય કારણો

એક વર્ષ પહેલા
  • હવે 2022ની ચૂંટણીમાં 150+ બેઠકોના ટાર્ગેટ સાથે ચૂંટણી મેદાનમાં ઉતરશે ભાજપ

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીનું અંતે રાજીનામુ લઈ લેવામાં આવ્યું છે. ઘણા લાંબા સમયથી ગુજરાતના રાજકારણમાં રૂપાણી જાય છેની અફવાઓ ચાલી રહી હતી. જે આજે સાંચે પડી ગઈ છે. રૂપાણીના રાજીનામા પાછળ મુખ્ય 4 મુદ્દા જવાબદાર હોઈ શકે છે. જેમા ખાસ કરીને કોરોનાકાળમાં સરકારની કામગીરીથી લઈને સંગઠન સાથેના મતભેદો હોવાનું બહાર આવ્યું છે. ગુજરાતમાં સત્તા વિરોધી જુવાળના કારણે 2022ની ચૂંટણીમાં ભાજપને 100 બેઠકો પણ મુશ્કેલ હોવાથી રૂપાણીનું રાજીનામુ લઈ નવા ચહેરા સાથે 150+ના ટાર્ગેટ સાથે ચૂંટણી મેદાનમાં ઉતરશે.

ભાજપની જન આશીર્વાદ યાત્રા સમારોહ અમરેલીમાં કેન્દ્રીય મંત્રી રૂપાલા
ભાજપની જન આશીર્વાદ યાત્રા સમારોહ અમરેલીમાં કેન્દ્રીય મંત્રી રૂપાલા

જનસંવેદના યાત્રા દમિયાન જનતાની નારાજગી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જ કેન્દ્રીય મંત્રીઓને ગુજરાતમાં પ્રવાસ માટે મોકલ્યા હતા. જેમા જનતાનો કેન્દ્રીય મંત્રીઓ જનસંવેદના યાત્રા નામે ગુજરાતભરમાં ફર્યા હતા. જે દરમિયાન તેઓ ગુજરાત સરકારની કામગીરી અંગેનો આંત્રિક સર્વે પણ લીધો હતો. જેમા ગુજરાતની જનતા રૂપાણી સરકાર સામે નારાજ હોવાનું અને આગામી ચૂંટણીમાં ભાજનને એન્ટી ઇન્કમ્બન્સી નડી શકે છે તેઓ એક અહેવાલ તૈયાર થયો હતો. જેના આધારે હાઈકમાન્ડે ગુજરાતમાં નેતુત્વ પરિવર્તન કરવાનું મન બનાવી લીધું હતું. આમ રૂપાણીના રાજીનામા પાછળ સત્તા વિરોધિ જુવાળ હોવાનું કારણ છે.

વિજય રૂપાણીની ફાઈલ તસવીર
વિજય રૂપાણીની ફાઈલ તસવીર

2017ની ચૂંટણીમાં મળી હતી માત્ર 97 બેઠકો
અગાઉ 2017ની વિધાનસભાની ચૂંટણી વિજય રૂપાણીના નેતુત્વમાં લડવામાં આવી હતી. જેમા ભાજપને સૌથી ઓછી માત્ર 97 બેઠકો મળી હતી. જેના કારણે ભાજપને 5 વર્ષ સુધી પાતળી બહુમતીની સરકાર ચલાવી પડી હતી. ભાજપના હાઈકમાન્ડ અને પ્રદેશ નેતાઓએ આગામી 2022ની ચૂંટણીમાં 150થી વધુ બેઠકો જીતવા માટે ફરી એકવાર વિજય રૂપાણીમા નેતુત્વમાં ચૂંટણી લડવી ભાજપ માટે જોખમી હતી. જેથી ભાજપ હાઈકમાન્ડે મુખ્યમંત્રી પદેથી વિજય રૂપાણીનું રાજીનામું સ્વીકારી લીધું છે.

કોરોનાની બીજી લહેરની કારગીરીમાં રહ્યાં નિષ્ફળ
કોરોનાની બીજી લહેર દરમિયાન સરકારની કામગીરી પર અનેક સવાલો તેમજ વિરોધ ઉભા થયા હતી. ખાસ કરીને કોરોનાની દવાઓ, ઇન્જેક્શન અને ઓક્સિજનની કટોકટી જેવી સ્થિતિ ઊભી થતાં પ્રજા બિચારી બની આમતેમ ભટકી રહી હતી. આ સમયે સરકારની કામગીરી તો નિષ્ફળ ગઈ હતી. પરિણામે, જનતામાં ભારે રોષ ફેલાયો હતો, જેથી ભાજપ સામેનો વિરોધ વધી ગયો છે. અને જેની અસર કેન્દ્રીય મંત્રીઓના પ્રવાસ અને જનસંવેદના યાત્રા દરમિયાન રાજ્ય સરકારની નિષ્ફળતા જનતાએ જણાવી હતી.

પાટીલ અને રૂપાણી વચ્ચે ગજગ્રાહ વધ્યો હતો
પાટીલ અને રૂપાણી વચ્ચે ગજગ્રાહ વધ્યો હતો

સીઆર પાટીલ અને રૂપાણી વિવાદ
ગુજરાત ભાજપના પ્રમુખ પદે અમિત શાહ અને નરેન્દ્ર મોદીના નજીકના મનાતા સીઆર પાટીલની નિમણુંક કરવામાં આવી હતી. પ્રમુખ પદે આવ્યા બાદ સીઆરએ શરૂ કરેલી કવાયતોમાં ભાજપ સરકાર અને સંગઠન વચ્ચે સંકલન ન હોવાનો રિપોર્ટ બહાર આવ્યો હતો. પરિણામે મુખ્યમંત્રી સાથે સંકલન કરવા પાટીલ અને સંગઠનના નેતાઓ સતત પ્રયત્નો કર્યા હતા. પરંતુ પાટીલ અને રૂપાણી વચ્ચે ગજગ્રાહ વધ્યો હતો. જેના કારણે અનેક વખત રૂપાણી અને સીઆર આમને સામને આવી ગયા હતા. સરકારના કેટલાક નિર્ણયોમાં સંગઠનનું મંતવ્ય પણ લેવામાં આવતું ન હોવાનું તેમજ સંગઠનની નિમણૂંકોમાં પણ સરકારને વિશ્વાસમાં લેવામાં આવ્યા ન હોવાની અનેક વિગતો બહાર આવી હતી. પરિણામે ગુજરાત ભાજપના પ્રમુખ અને શાહ-મોદીના ખાસ પાટીલ સાથેના અણબનાવો ના કારણે વિજય રૂપાણીનું રાજીનામું લઈ લેવામાં આવ્યું.

અન્ય સમાચારો પણ છે...