અમદવાદના વેપારીઓએ વજનમાપ વેરિફિકેશન અને ચકાસણી માટે હવે તોમલાપ વિભાગની કચેરીએ ધક્કા ખાવા પડશે નહીં. સંબંધિત તમામ વેપારીઓએ વજનમાપ ચકાસણી માટે આઇએફપી પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે. અરજીના આધારે ઇન્સ્પેકટર સ્થળ પર વજનમાપની ચકાસણી કરશે અને ઓફિસ જઇને ઓનલાઇન સર્ટિફિકેટ ઇશ્યૂ કરશે. વેપારી પોતાની રીતે ડાઉનલોન કરીને સર્ટિફિકેટ મેળવી શકશે. ઓનલાઇન કામગીરી ફરજિયાત હોવા છતાં ખૂબ ઓછા પ્રમાણમાં થતી હતી. જેની ગંભીર નોંધ લેવાયા બાદ હવે ફરજિયાત કરી દેવાઇ છે.
ઇન્સ્પેકટર સ્થળ પર વજનમાપની ચકાસણી કરશે
રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા એજન્સીના ચેરમેન જશવંતસિંહ વાઘેલાએ કહ્યું કે, ઓનલાઇન કામગીરી માત્ર પેટ્રોલપંપ અને વેબ્રિજ, ઇલેકટ્રોનિક્સ વજનકાંટા બનાવનારના વેપારી પર અમલ થતો હતો. સરકારના આદેશથી રાજ્યના કાનૂની માપ વિજ્ઞાન અને નિયામક, ગ્રાહક સુરક્ષા વિભાગ તરફથી ઓનલાઇન કામગીરી કરવા પોતાના વિભાગના ઇન્સ્પેકટરોને ટેબલેટ, સિમકાર્ડ અને ડોંગલ સહિતના સાધનો અપાયા હતાં. આમ છતાં કામગીરી થતી ન હતી.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.