એલર્ટ રહેજો અમદાવાદીઓ:કરફ્યૂ અને પોલીસ ચેકિંગ વચ્ચે 31મી ડિસેમ્બરે પાર્ટીનું આયોજન કરનારની આ વખતે ખેર નહીં, ખાનગી કપડાં પહેરી પોલીસ રાખશે વોચ

અમદાવાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • શહેરને અડીને આવેલા ફાર્મ હાઉસમાં પોલીસ છુપા વેશે પહોંચશે
  • 31મી ડિસેમ્બરના લીધે દારૂ માટેની ખાસ ડ્રાઈવ શરૂ થશે

કોરોનાનાં કારણે સમગ્ર રાજ્યમાં અનેક લોકો ભોગ બન્યા છે. તેવામાં કોરોનાનાં બીજા તબક્કામાં ગ્રાફ ઉપર જતા સમગ્ર રાજ્યમાં કરફ્યૂ લાદી દેવામાં આવ્યો છે. પરંતુ ગુજરાતીઓ મોજ શોખ માટે જાણીતા છે. ત્યારે આ વખતે પોલીસ દ્વારા 31મી ડિસેમ્બરના નામે કોઈએ નિયમ તોડ્યો તો તેને કડક કાર્યવાહી કરવાની સૂચના અપાઈ ગઈ છે. તેની સાથે શહેરના અડીને આવેલા ફાર્મ હાઉસમાં તેમજ પાર્ટી આયોજન કરતા લોકો સામે પોલીસ વોચ ગોઠવી દીધી છે. અને પાર્ટીની જગ્યાએ આયોજક અને મહેમાન તમામને નિયમ ભંગ બદલ પોલીસ સ્ટેશનની હવા ખાવી પડશે.

આ વર્ષે એસજી હાઇવે પર નહીં થાય 31મી ડિસેમ્બરની ઊજવણી
અમદાવાદ શહેરમાં જે રીતે દર વર્ષે માર્ગો પર લોકો ભેગા થતા હતા. મોડી રાત સુધી શહેરના એસજી હાઇવે અને તેને અડીને આવેલા ક્લબ અને ફાર્મ હાઉસમાં 31મી ડિસેમ્બરની ઊજવણી થતી હતી. તે આ વખતે નહિ થાય. આ અંગે શહેરના એક પોલીસ અધિકારીએ જણાવ્યું છેકે, હાલ કોરોનાનાં કારણે શહેરમાં કરફ્યૂ છે અને આ વખતે કડક કાર્યવાહી કરવાની સૂચના અમને મળી છે.

અમદાવાદને અડીને આવેલા ફાર્મમાં વોચ ગોઠવાશે
બીજી તરફ આ વખતે અમે પોલીસને ખાનગી કપડાં અને ખાનગી વાહનોમાં અમદાવાદને અડીને આવેલા ફાર્મમાં વોચ ગોઠવવા કહેવામાં આવ્યું છે. જેની સાથે જો આ વખત 3 કોઈ પણ વ્યક્તિ પાર્ટીમાં પહોંચશે કે કોઈ નશો કરેલી હાલતમાં દેખાશે તો તેની આ વખતે ખેર નથી.

31મી ડિસેમ્બરના કારણે શહેરમાં પ્રોહીબીશનની ડ્રાઈવ
શહેરમાં 31મી ડિસેમ્બરની પાર્ટી અને પરમિશન અંગે શહેર પોલીસના કન્ટ્રોલ ડીસીપી હર્ષદ પટેલે જણાવ્યુ હતું કે, આ વખતે પેડેમિક સ્થિતિના કારણે કોઈને પણ પરમિશન આપવામાં આવી નથી. તેની સાથે 31મી ડિસેમ્બરના કારણે શહેરમાં પ્રોહીબીશનની ડ્રાઈવ રાખવામાં આવી છે. તેની સાથે મહિલા અને પુરુષ પોલીસ કર્મીઓ શહેરને અડીને આવેલા ફાર્મ હાઉસ પર વોચ રાખવામાં આવશે.