તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:વેપારીઓ-સિનિયર સિટીઝનોની આવકમાંથી વધારે કર કપાત થશે; TDS-TCSમાં અપાયેલી કરમુક્તિની મુદત પૂરી

અમદાવાદ19 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કરમુક્તિની સમયમર્યાદા પૂરી થતાં હવે 10 ટકા ટીડીએસ અને 1 ટકા ટીસીએસ લેખે ટેક્સ લાગશે, વેપારીએ ડેબિટ નોટ બનાવવી પડશે

કોવિડ-19ને લઇને ટીડીએસ-ટીસીએસમાં અપાયેલી કરમુક્તિની મુદત 31 માર્ચના પૂરી થઈ ગઈ છે. હવે વેપારીઓ-સિનિયર સિટીઝનોની આવકમાં વધારે ટેક્સની કરપાત થશે. કોરોનાને કારણે સરકારે ટીડીએસ-ટીસીએસનો જે દર લાગુ પડતો હોય તેમાંથી 25 ટકા જેટલી રાહત 2020-21ના વર્ષમાં આપી હતી.

મુદત તા. 31 માર્ચના રોજ પૂરી થતાં વ્યાજની આવક પર 2020-21માં 7.50 ટકા ટીડીએસ કપાયો હતો.જ્યારે આ મુદત પૂરી થતા હવે 10 ટકા લેખે ટીડીએસ કપાશે, જેથી વ્યાજની આવક પર નભતા લોકોને ઓછી રોકડ હાથ પર મળશે. તેવી જ રીતે વેપારીઓને વેચેલા માલ પર 0.75 પૈસા ટીસીએસ લાગતો હતો, જે કરમુક્તિની સમયમર્યાદા પૂરી થતાં હવે 1 ટકો લાગશે. આમ વેપારીઓને પોતાની કાર્યકારી મૂડી આમાં ફસાઇ જશે.

આમ સરકાર દ્વારા કોવિડનો કેર ચાલુ હોવા છતાં નવા ફાઇનાન્સિયલ વર્ષમાં વેપારીઓ અને સિનિયર સિટીઝનો પર વધારાનો બોજ પડ્યો છે. જે કોઇ વેપારીઓએ તા. 31 માર્ચ 21ના રોજ લેણાં બાકી હોય અને તેના પૈસા નવા વર્ષે આવે તો ટીસીએસનો નવો દર લાગુ પડશે. એટલે કે 0.75 ટકાની જગ્યાએ 1 ટકા દર લાગુ પડશે. વેપારીઓએ ડેબિટ નોટ ફરજિયાત બનાવવી પડશે. જેથી વેપારીઓ પર બોજ આવી પડ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો