મુલાકાત:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જેવી રાજકોટમાં સ્માર્ટ સ્કૂલ બનશે, સ્કૂલ બોર્ડની ટીમે મુલાકાત લીધી

અમદાવાદ6 મહિનો પહેલા
રાજકોટ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના ચેરમેન સહિતના લોકો આજે અમદાવાદ આવ્યા હતા
  • રાજકોટ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના ચેરમેન સહિતના સભ્યો આજે અમદાવાદ મુલાકાતે આવ્યા
  • રાજકોટની ટીમે મ્યુનિસિપલ સ્માર્ટ સ્કૂલની મુલાકાત લીધી
  • અમદાવાદમાં 10 નવી સ્માર્ટ સ્કૂલ બનાવવામાં આવી છે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અત્યાધુનિક સ્માર્ટ સ્કૂલ બનાવવામાં આવી છે. જેમાં વિદ્યાર્થીઓ માટે અલગ અલગ વ્યવસ્થા રાખવામાં આવી છે. વિદેશમાં હોય તે પ્રકારની સ્કૂલ અમદાવાદમાં ઉભી કરવામાં આવી છે. જેથી રાજકોટ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ આજે અમદાવાદની મુલાકાતે આવ્યું હતું. જેમને સ્માર્ટ સ્કૂલ અને સ્કૂલ બોર્ડના ચેરમેનની મુલાકાત કરી હતી. ઉપરાંત અમદાવાદ જેવી સ્માર્ટ સ્કૂલ રાજકોટમાં ઉભી કરવા વિચારણા કરી છે.

અમદાવાદમાં 10 સ્માર્ટ સ્કૂલ બનાવાઈ છે
અમદાવાદમાં અલગ અલગ 10 નવી સ્માર્ટ સ્કૂલ બનાવવામાં આવી છે. આ સ્માર્ટ સ્કૂલ ખાનગી સ્કૂલોને પણ ટક્કર આપે તે પ્રકારની છે. આ સ્કૂલોમાં વિદ્યાર્થીઓને વિનામૂલ્યે ભણાવવામાં આવે છે અને સાથે જ ચોપડા પણ આપવામાં આવે છે. અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડની આ પહેલ હવે અન્ય જિલ્લાઓ સુધી પહોંચતા રાજકોટ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના ચેરમેન સહિતના લોકો આજે અમદાવાદ આવ્યા હતા. જ્યાં તેમને અમદાવાદ મ્યુનિસિપલની સ્માર્ટ સ્કૂલની મુલાકાત લીધી હતી. જે બાદ અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના ચેરમેન ધીરેન્દ્રસિંહ તોમરની મુલાકાત કરી હતી.

AMCના સ્કૂલ બોર્ડની શાળાના પ્રતિસ્પર્ધી અને પુરક પણ બનવું છે: ટીમ રાજકોટ
AMCના સ્કૂલ બોર્ડની શાળાના પ્રતિસ્પર્ધી અને પુરક પણ બનવું છે: ટીમ રાજકોટ

ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે અમદાવાદ મુલાકાત
રાજકોટ સ્કૂલ બોર્ડના ચેરમેન અતુલ પંડિતે જણાવ્યું હતું કે, સરકારી સ્કૂલમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવાના વિચાર સાથે મુલાકાત કરી છે. અમારે AMCના સ્કૂલ બોર્ડની શાળાના પ્રતિસ્પર્ધી અને પુરક પણ બનવું છે. રાજકોટમાં 88 શાળાઓ ગુજરાતી અને 3 અંગ્રેજી શાળાઓ છે. અમારી સામાન્ય સભાની બેઠકમાં 44 સ્માર્ટ ક્લાસ અને 22 સ્કૂલ બનાવવાની વિચારણા છે.

રાજકોટમાં અમદાવાદની જેમ સ્માર્ટ સ્કૂલ બનાવવા મુલાકાત કરાઈ
અમદાવાદ સ્કૂલ બોર્ડના ચેરમને ધીરેન્દ્રસિંહ તોમરે જણાવ્યું હતું કે, રાજકોટમાં પણ અમદાવાદ જેવી સ્કૂલ બને તે માટે રાજકોટથી સ્કૂલ બોર્ડ અમદાવાદ આવ્યું છે. જેમને અમદાવાદની સ્માર્ટ સ્કૂલની મુલાકાત કરીને અમારી સાથે બેઠક કરી છે. અમે પણ ઈચ્છીએ છે કે રાજકોટમાં આ પ્રકારની સ્કૂલ બને.

સ્માર્ટ સ્કૂલમાં બાળકોને ભણવામાં રસ ઊભો કરે તેવા રૂમ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્માર્ટ સ્કૂલ ખાનગી સ્કૂલોને ટક્કર આપે તે પ્રકારની બનાવાઈ છે. સ્માર્ટ સ્કૂલમાં અલગ અલગ પ્રકારના વર્ગ તૈયાર કરવામાં આવ્યા છે. નાના બાળકો માટે3D વર્ગ, બાળકો માટે ગેમ અને કાર્ટૂન આધારિત ફ્રેન્સી બેંચો, ફ્યૂચર ક્લાસરૂમ, ગણિત અને વિજ્ઞાનની લેબ, મલ્ટી પ્લે-સ્ટેશન, ટેલિસ્કોપ, સાયન્સ લેબ,પ્લાનેટેરિયમ સહિતની સુવિધા ઊભી કરવામાં આવી છે.

ટૂંક સમયમાં જ 3 વિસ્તારમાં સ્માર્ટ સ્કૂલ શરૂ થશે
હાલમાં શહેરમાં 5 સ્કૂલ કાર્યરત છે. જ્યારે 4 મ્યુનિસિપલ સ્કૂલને સ્માર્ટ સ્કૂલમાં ફેરવવામાં આવી છે. જે ટૂંક સમયમાં ચાલુ કરવામાં આવશે. અસારવા વિસ્તારમાં 2, બહેરામપુરા અને સૈજપુરમાં 1-1 સ્માર્ટ સ્કૂલ શરૂ કરવામાં આવશે. સ્માર્ટ સ્કૂલમાં બાળકો કોમ્પ્યુટર પર અભ્યાસ કરશે. સ્માર્ટ સ્કૂલના કારણે ભણતરની ગુણવતા તો વધશે સાથે બાળકોને ભણવામાં રૂચી વધશે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અત્યાધુનિક સ્માર્ટ સ્કૂલ બનાવવામાં આવી છે
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અત્યાધુનિક સ્માર્ટ સ્કૂલ બનાવવામાં આવી છે