તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પૂર્વ વિસ્તારમાં વિવાદ:નજીવી બાબતોએ મારામારીની 6 ઘટના બની, બાપુનગર-અમરાઈવાડીમાં તકરાર; પૂર્વમાં 2 યુવકની આત્મહત્યા

અમદાવાદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

શહેરના પૂર્વ વિસ્તારમાં સામાન્ય બાબતે મારામારી કરવા સહિતના છ બનાવો નોંધાયા હતા. અમરાઈવાડીમાં રહેતા રતિલાલ નિષાદે નોંધાવેલી ફરિયાદ અનુસાર રવિવારે પેશાબ કરવા માટે તેઓ સત્યમનગર શાકમાર્કેટ ખાતે ગયા ત્યારે ત્યાં લારી ધરાવી ધંધો કરતા સંજય વિશ્વકર્મા, વિનોદ વિશ્વકર્મા રોહિત વિશ્વકર્મા, રાહુલ વિશ્વકર્માએ તેમની સાથે પેશાબ કરવા મામલે બોલાચાલી કરી ચપ્પુ અને લાકડીથી ફટકા માર્યા હતા.

બાપુનગરમાં રહેતા રઈશાબાનુ અંસારીએ તેમના પતિ મોહંમદ ઈમરાનને તેમના પિયર ગોમતીપુર જવાનું કહ્યું હતું, પરંતુ તેણે મૂકવા આવવાનો ઇનકાર કર્યો હતો. દરમિયાન પિયરમાંથી રાતે રઈશાબાનુને તેમનો ભાઈ સાસરિયે મૂકી ગયો ત્યારબાદ રઈશાબાનુને મોડા આવવા બાબતે પતિએ બોલાચાલી કરી માર માર્યો હતો. આ મામલે રઈશાબાનુએ પતિ સામે ફરિયાદ નોંધાવી હતી.

બાપુનગરમાં યાસીનખાન પઠાણે અદાવતમાં તેમના પર તલવારથી હુમલો કરી પીઠના ભાગે લસરકો કરી તેમના જીજાજીને બ્લેડથી ઈજા કરવા મામલે મોહંમદ અકરમખાન, મોહંમદ અફઝલખાન ગુલાબખાન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

શાહીબાગમાં પરમેશ્વર પાર્કના છાપરામાં રહેતા નરેશ પટણી તેમની પત્ની, પુત્રીને પિયરમાંથી તેમના ઘરે રહેવા બોલાવવા ગયા હતા.જ્યાં તેમની સાથે તેમના સાળા રવિભાઈ, અનિલભાઈએ તેમની બહેન અને ભાણી તમારી સાથે રહેવા નહિ આવે તેમ કહીને બોલાચાલી કરી ગડદાપાટુનો માર મારી પાઈપથી હુમલો કર્યો હોવાની ફરિયાદ નોંધાવી છે.

શહેરના પૂર્વ વિસ્તારમાં બે અલગ અલગ ઘટનામાં બે યુવકે આત્મહત્યા કરી હોવાની ઘટના નોંધાઈ છે.પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, અમરાઈવાડીમાં અંબિકા નગરમાં આવેલી હનુમાનની ચાલીમાં રહેતા વિપુલ કાનજીભાઈ આયર (ઉં.વ.21) એ બીમારીથી કંટાળીને રવિવારે સવારના 9થી બપોરના 4.30 સુધીના સમયગાળા દરમિયાન કોઈ પણ સમયે પોતાના ઘરે રસોડાના પંખાના હુકમાં સાડી બાંધીને ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી.

આ બનાવ અંગે અમરાઈવાડી પોલીસે અકસ્માત મોત નોંધી તપાસ હાથ ધરી છે.અન્ય એક બનાવમાં ઈસનપુર વિસ્તારમાં રહેતી કાશી વિશ્વનાથ સોસાયટી વિભાગ-1માં રહેતા દેવેન્દ્ર ગુલાબદાસ શુકલા (ઉં.વ.43)એ કોઈ કારણોસર રવિવારે 4 વાગ્યા પહેલા પોતાના ઘરમાં પંખાના હુક સાથે સાડી બાંધીને ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. આ અંગે ઈસનપુર પોલીસે અકસ્માત મોત નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...