નારાજગી:અમદાવાદ પશ્ચિમમાં વિરોધનો સૂર ન ઉઠ્યો, પૂર્વમાં નારાજગી-પોસ્ટર લાગ્યાં

અમદાવાદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • 16 બેઠકો માટે 425એ દાવેદારી કરી હતી

ભાજપે 16માંથી 13 ઉમેદવારને બદલી નાખ્યા હતા. પક્ષના આ નિર્ણયનો પશ્ચિમ અમદાવાદની બેઠકો પર ચુપચાપ સ્વીકાર થયો હતો પરંતુ પૂર્વ અમદાવાદના અનેક વિસ્તારમાં ભારે વિવાદ થયો છે. નરોડા, નિકોલ, ઠક્કરબાપાનગરમાં પસંદ થયેલા ઉમેદવાર સામે પોસ્ટરો લાગવાથી માંડી અન્ય પ્રકારે વિરોધ થયો છે. શહેરની 16 બેઠક માટે અસારવામાંથી સૌથી વધુ 62 સહિત કુલ 425એ દાવેદારી નોંધાવી હતી. એકંદરે પશ્ચિમની બેઠકો પર પસંદગી સામે કોઈ ખાસ વિવાદ જોવા મળ્યો નથી પરંતુ પૂર્વ અમદાવાદમાં આવેલી બેઠકો પર ખેંચતાણ છે.

પૂર્વની 4 બેઠક પર અસંતોષ
નરોડા - પૂર્વ ધારાસભ્ય બલરામ થાવાણીના સમર્થનમાં સિંધી સમાજના લોકોએ કમલમ જઈ રજૂઆત કરી હતી કે, જે મહિલાની પસંદગી થઈ છે તેણે અન્ય જ્ઞાતિમાં લગ્ન કર્યા હોવાથી તે સિંધી સમાજમાં ગણાય નહીં.
ઠક્કરબાપાનગર - વલ્લભ કાકડિયાને સ્થાને પુરુષોત્તમ રૂપાલાના પીએની માતા અને કોર્પોરેટરને ટિકિટ અપાતા વિરોધ થયો છે.
નિકોલ - જગદીશ પંચાલ સામે પોસ્ટર યુદ્ધ ચાલુ થયું છે. તેમાં લખાયું હતું કે, તેમણે પંચાલ સમાજ સિવાય કોઈનું ભલું કર્યું નથી.
વટવા - પ્રદીપસિંહ જાડેજાએ ચૂંટણી ન લડવાનું જાહેર કરતાં તેમના અંગત ગણાતા કેટલાક લોકોએ પક્ષમાંથી રાજીનામું આપી દેવાની ચીમકી ઉચ્ચારતાં વોટ્સએપ મેસેજો શરૂ થઇ ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...