• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • There Was 22 Inches Of Rain In August 2020, This Time Only Two Inches, If The Rains Continue, There Will Be A Serious Water Crisis In The State.

દુષ્કાળના ભણકારા:2020માં ઓગસ્ટમાં 22 ઈંચ વરસાદ થયો હતો, આ વખતે માત્ર બે ઈંચ નોંધાયો, જો હજી વરસાદ ખેંચાશે તો રાજ્યમાં ગંભીર જળસંકટ સર્જાશે

અમદાવાદ2 મહિનો પહેલા
  • 2020માં ઓગસ્ટના અંત સુધીમાં 22 ઈંચ અને 2019માં 31 ઈંચ વરસાદ થયો હતો.
  • ગત વર્ષે 76 તાલુકાઓમાં 50 ઈંચ કરતાં વધુ વરસાદ થયો હતો, જે આ વર્ષે માત્ર 13 તાલુકાઓમાં જ થયો.

રાજ્યમાં વરસાદ ખેંચાતા અમદાવાદ સહિતના શહેરોમાં ગરમીનું પ્રમાણ વધ્યું છે. હાલમાં બંગાળની ખાડીમાં સક્રીય થયેલાં લો-પ્રેશરની અસરોથી સપ્ટેમ્બર મહિનાના પ્રથમ અઠવાડિયામાં અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હળવોથી ભારે વરસાદ પડવાની શક્યતા હોવાથી લોકોને ગરમીથી રાહત મળે તેવા સંક્તો હવામાન વિભાગે આપ્યા છે.હાલમાં બંગાળની ખાડીમાં સક્રીય થયેલા લો-પ્રેશરની અસરોથી સપ્ટેમ્બરના પ્રથમ અઠવાડિયા દરમિયાન વરસાદી ઝાપટાથી લઇને 1થી 3 ઇંચ હળવોથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે. પરંતુ જો વરસાદ હજી પણ ખેંચાશે તો રાજ્યનું ચિત્ર વધુ બિહામણું સાબિત થશે.

ચોમાસાની સિઝન પુરી થવામાં દોઢ મહિનો બાકી
રાજ્યમાં ચોમાસાની સિઝન પુરી થવામાં હવે માંડ એકથી દોઢ મહિનાનો સમય બાકી રહ્યો છે. જૂનમાં 120 મિમી, જુલાઈમાં 177 મિમી અને ઓગસ્ટમાં 54 મિમી મળીને કુલ 352 મિમી વરસાદ થયો છે. ગુજરાતમાં થતાં 840 મિમી વરસાદની સામે માંડ 42 ટકા જેટલો વરસાદ થયો છે. હવે ચોમાસામા બાકી રહેતા દિવસોમાં ઘટ જેટલો વરસાદ પડવો જરૂરી છે. નહીંતર રાજ્યમાં દુષ્કાળના ડાકલા વાગશે. હાલની સ્થિતિએ રાજ્યના 12 જિલ્લા એવા છે જ્યાં ખેતીની સિંચાઈ માટે પાણી આપવા તો ઠીક પરંતુ પીવાના પાણીના પણ ફાંફાં થાય તેવી સંભાવના પણ નકારી શકાય એવી નથી. બીજી બાજુ ડેમોમાં પાણી ઓછું હોવાના કારણે ખેતીના પાકને પણ ભારે નુકસાન થવાની ભિતી છે.

રાજ્યના કયા ઝોનમાં કેટલો વરસાદ

ઝોનથયેલો વરસાદ (મિમી)ટકાઘટ (ટકામાં)
ઉત્તર229 મિમી3268
દક્ષિણ754 મીમી5248
મધ્ય307 મિમી3862
કચ્છ140 મિમી3268
સૌરાષ્ટ્ર1260 મિમી3763

​​​​​ગુજરાતમાં સિઝનનો માત્ર 14 ટકા વરસાદ નોંધાયો
ગુજરાતમાં અત્યાર સુધીમાં સિઝનનો માત્ર 14 ટકા વરસાદ નોંધાયો છે, આમ સમગ્ર ચોમાસાની સિઝનના કુલ એવરેજ વરસાદની સરખામણીએ હજુ 58 ટકા વરસાદની ઘટ છે. મહત્વનું છે કે, છેલ્લા બે વર્ષથી ઓગસ્ટ માસમાં ધોધમાર વરસાદ વરસવાનો સિલસિલો આ વર્ષે જળવાયો નથી. આ વખતે ઓગસ્ટના 28 દિવસમાં માત્ર ૨ ઈંચ જ વરસાદ વરસ્યો છે જેની સામે ગત વર્ષે 22 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. વર્ષ-2019માં પણ 17.29 ઈંચ જેટલો વરસાદ માત્ર ઓગસ્ટ માસમાં જ વરસ્યો હતો. આમ છેલ્લા પાંચ વર્ષમાં આ વર્ષે ઓગસ્ટ માસનો સૌથી ઓછો વરસાદ નોધાયો છે.

રાજ્યના જળાશયોમાં પણ પાણી ખૂટી પડ્યાં ( ફાઈલ ફોટો)
રાજ્યના જળાશયોમાં પણ પાણી ખૂટી પડ્યાં ( ફાઈલ ફોટો)

રાજ્યના ડેમોમાં ઝોન પ્રમાણે વાપરવા લાયક પાણીની સ્થિતિ

ઝોનહાલનો જથ્થો(MCM)વાપરવા લાયક જથ્થો (ટકામાં)
ઉત્તર32919
દક્ષિણ481861
મધ્ય86139
કચ્છ6813
સૌરાષ્ટ્ર88737
નર્મદા68812

​​​​રાજ્યના માત્ર 13 તાલુકામાં 50 ઈંચ કરતાં વધુ વરસાદ થયો
ગત વર્ષ અત્યાર સુધીમાં એટલે કે, 28 ઓગસ્ટ સુધીમાં રાજ્યમાં સરેરાશ 36 ઈંચ કરતાં વધુ વરસાદ વરસી ગયો હતો. જેમાં 76 તાલુકા તો એવા હતા જ્યાં 50 ઈંચ કરતા પણ વધુ વરસાદ ખાબક્યો હતો. વર્ષ-2019માં પણ અત્યાર સુધીમાં 31 ઈંચ જેટલો એટલે કે, 93.54 ટકા જેટલો વરસાદ થઈ ગયો હતો અને 53 તાલુકા એવા હતા કે જ્યાં 50 ઈંચ કરતાં વધુ વરસાદ થયો હતો. જોકે આ વર્ષે અત્યાર સુધીમાં રાજ્યના માત્ર 13 તાલુકામાં 50 ઈંચ કરતાં વધુ વરસાદ થયો છે. 2 તાલુકા તો એવા છે કે જ્યાં 2 થી ત્રણ ઈંચ જેટલો જ વરસાદ થયો છે.

ડેમોમાં પીવાના પાણીની પણ અછત સર્જાય તેવી સ્થિતિ ( ફાઈલ ફોટો)
ડેમોમાં પીવાના પાણીની પણ અછત સર્જાય તેવી સ્થિતિ ( ફાઈલ ફોટો)

છેલ્લા છ વર્ષમાં ઓગસ્ટમાં થયેલો વરસાદ

વર્ષવરસાદ ( ઈંચ)
201610.56
20174.32
20185.43
201917.29
202022.08
20212.16
અન્ય સમાચારો પણ છે...