તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમદાવાદ હાઇટેક જુગારધામ મામલો:દરિયાપુર PI સામે હજુ પણ કોઈ કાર્યવાહી નહિ; કસૂરવાર પોલીસ સામે પગલાં લેવામાં વહાલાદવલાની નીતિની ચર્ચા

અમદાવાદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • શાહીબાગ પોલીસ પાસેથી તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલને સોંપાઈ

સામાન્ય રીતે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા રાજ્યભરમાં ગમે ત્યાં દારૂ-જુગારનો મોટો કેસ કરાય તો તે માટે સ્થાનિક પીઆઈને કસૂરવાર ઠેરવીને સસ્પેન્ડ કરાય છે, પરંતુ દરિયાપુરમાંથી પકડાયેલી સૌથી મોટી જુગારનગરી મનપસંદ જિમખાનાના કિસ્સામાં હજુ સુધી દરિયાપુર પીઆઈ સામે કોઈ જ પગલાં લેવાયા નથી. જ્યારે બીજી બાજુ આ કેસની તપાસ શાહીબાગ પોલીસ પાસેથી પાછી ખેંચી લઈને સ્ટેટ મોનિટરિંગ સેલને સોંપી છે. જેના આધારે આ જુગાર નગરીમાં ડઝન જેટલા પોલીસકર્મીની સંડોવણીની શંકા સેવાઈ રહી છે.

દરિયાપુર પીઆઈ આર.આઈ.જાડેજા સામે હજુ પોલીસ કમિશનર કે ડીજીપીએ કોઇ જ પગલાં લીધાં નથી. જ્યારે ભૂતકાળમાં પણ સ્ટેટ મોનિટરિંગ સેલે દારૂ-જુગારના મોટા કેસ કર્યાના કિસ્સામાં કસૂરવાર અધિકારી સામે પગલાં લેવામાં પાછી પાની કરાઇ હોવાની કે વહાલા દવલાની નીતિ અપનાવી હોવાનું પોલીસ બેડામાં ચર્ચાઇ રહ્યું છે.

પૈસા ઉઘરાવતા પોલીસ કર્મીનાં નામ તપાસમાં ખૂલ્યાં
દરિયાપુર પીઆઈ વતી તેમના બે વહીવટદાર ક્રાઈમ બ્રાંચના ભગીરથસિંહ જાડેજા અને રિવરફ્રન્ટ ઈસ્ટના કૃષ્ણપાલસિંહ ચુડાસમા પૈસા ઉઘરાવતા હતા. જ્યારે એફ ડિ‌વિઝન એસીપી જે.કે.ઝાલા વતી નિવૃત્ત પોલીસકર્મી મહાવીરસિંહ ઝાલા અને ડીસીપી રાજેશ ગડિયા વતી એસસી એસટી સેલમાં ફરજ બજાવતા પ્રકાશસિંહ ચંપાવત પૈસા ઉઘરાવતા હોવાનું તપાસમાં ખૂલ્યું છે.

મોનિટરિંગ સેલની 1 ડઝન રેડ, 1 PI સામે જ પગલાં
મોનિટરિંગ સેલની ટીમે અમદાવાદમાં 1 વર્ષમાં ડઝન જેટલી દારૂ-જુગારની રેડ કરી છે, પરંતુ તેમાંથી એકમાત્ર માધુપુરા પીઆઈ બારડને જ સસ્પેન્ડ કર્યા હતા. જ્યારે અન્ય રેડમાં કસૂરવાર પોલીસકર્મી સામે કોઈ પગલાં લેવાયાં નથી.

અન્ય સમાચારો પણ છે...