તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગુજરાતમાં કોરોનાનો આંતરિક સંપર્કનો એક જ કેસ, અમદાવાદ, સુરત, રાજકોટ-વડોદરામાં કોરોના માટે અલગ હોસ્પિ.ઉભી કરાશેઃ CM રૂપાણી

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • અમદાવાદની 1200 બેડની નવી સિવિલ હોસ્પિટલ કોરોના માટે તૈયાર કરાશે

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના 13 પોઝિટિવ કેસો સામે આવી ચૂક્યા છે. રાજ્યમાં વધી રહેલા કોરોનાના પોઝિટિવ કેસો અંગે મુખ્યમંત્રીએ કહ્યું કે ઈન્ટરનેશનલ ફ્લાઈટ પર રોક લગાવી છે. આપણે અત્યારે ફેઝ 2 અને 3ની વચ્ચે છીએ. ગભરાવાની જરૂર નથી. કોરોનાને કારણે મૃત્યુંનું પ્રમાણ 2 ટકાથી ઓછું છે. ગુજરાતમાં આંતરિક સંપર્કનો માત્ર એક જ કેસ છે. 
સુરત, રાજકોટ, વડોદરા અને અમદાવાદમાં કોરોના વાઈરસ માટે અલગથી હોસ્પિટલ ઉભી કરવામાં આવશે. અમદાવાદમાં નવી સિવિલ હોસ્પિટલ જે 1200 બેડ છે તે આખી હોસ્પિટલ કોરોના વાઈરસના આઈસોલેશન માટે ઉભી કરવામાં આવશે. જ્યાં કોરોના વાઈરસની સારવાર માટેનો સ્ટાફ મુકવામાં આવશે.

વિદેશથી આવેલા લોકો ઘર બહાર ન નીકળે
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે જે લોકો વિદેશથી આવ્યા છે તે લોકો મહેરબાની કરી અને 14 દિવસ સુધી ઘરની બહાર ન નીકળે, ઘરમાં રહી અને સરકારને સાથ આપે. ક્વૉરન્ટી કરાયેલા લોકો ભાગે નહીં બાકી સરકાર કેસ કરશે. વિદેશથી આવેલા લોકોની પણ સઘન તપાસ કરીશું.

શરદી, ઉધરસ અને તાવ હોય તો તાત્કાલિક સારવાર લો
મુખ્યમંત્રીએ રૂપાણીએ આગળ કહ્યું કે, વૃદ્ધો જરૂર હોય તો જ ઘર બહાર નીકળે. જો શરદી, ઉધરસ અને તાવ હોય તો તાત્કાલિક સારવાર લો અને કોરોનાના લક્ષણો દેખાય તો સરકારને જાણ કરો. પોઝિટિવ કેસ વધે નહીં અને થાય તો તાત્કાલિક સારવાર શક્ય છે. ક્વોરેન્ટાઈન લોકો ઘર બહાર ન નીકળે અને કોઈને ખબર પડે તો તાત્કાલિક તંત્રને જાણ કરે. 

હમ સ્વસ્થ, તો જગ સ્વસ્થ: PM મોદી
હાલમાં નોવેલ કોરોના વાઇરસ (Covid-19)ના રોગચાળાનો પ્રસાર વધી રહ્યો છે, જેના સંદર્ભે ભારત સરકાર તથા ગુજરાત સરકાર દ્વારા માર્ગદર્શિકા-એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે. વડાપ્રધાન મોદીએ ભારતના નાગરીકોને રવિવારે રોજ સવારે 7 કલાકેથી સાંજે 9 કલાક સુધી પોતાના ઘરમાં રહીને 'જનતા કર્ફ્યુ’નું પાલન કરે તેવી અપીલ કરી છે. વડાપ્રધાને અપીલમાં જણાવ્યું છે કે આપણે સૌ આ 'જનતા કર્ફ્યુ'માં જોડાઇ, વૈશ્વિક રોગચાળા સામેની લડાઇમાં સામાજિક સહભાગીદારીતા દર્શાવીને "હમ સ્વસ્થ, તો જગ સ્વસ્થ"ના મુલ્યોને સાકાર કરવો જરૂરી છે. 

અન્ય સમાચારો પણ છે...