તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નીતિન પટેલે વિધાનસભામાં સ્વીકાર્યું:ગુજરાતમાં 20 જિલ્લા હોસ્પિટલોમાં એક પણ સીટી સ્કેન મશીન નથી

અમદાવાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
ફાઇલ તસવીર. - Divya Bhaskar
ફાઇલ તસવીર.
 • નંબર વન ગુજરાતની 16 જિલ્લા હોસ્પિટલોમાં સીટી સ્કેન મશીન છે
 • બે વર્ષમાં માત્ર એક સીટી સ્કેન મશીન ખરીદી વડોદરામાં મૂકવામાં આવ્યું

કોરોનાના સંક્રમણ બાદ દર્દીને ફેફસામાં કેટલું સંક્રમણ થયું છે અને ફેફસાની સ્થિતિ કેવી છે તે ચકાસવા સીટી સ્કેન મશીનનો ઉપયોગ થાય છે. પરંતુ નંબર વન ગણાતાં ગુજરાતની 20 જિલ્લા હોસ્પિટલોમાં સીટી સ્કેન મશીનો જ નથી જ્યારે ગંભીર રોગોના નિદાન માટે જરૂરી એવાં એમઆરઆઇ મશીન રાજ્યની 28 જિલ્લા હોસ્પિટલો પાસે નથી. રાજ્યમાં અમદાવાદની સિવિલ હોસ્પિટલ સહિત 16 હોસ્પિટલોમાં જ સીટી સ્કેન મશીન છે.

વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યોએ આરોગ્ય મંત્રી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને પુછાયેલા સવાલમાં નીતિન પટેલે આપેલા જવાબમાં જણાવ્યાં અનુસાર જામનગર, દેવભૂમિ દ્વારકા, આણંદ, સુરેન્દ્રનગર, અમરેલી, મહિસાગર, છોટા ઉદેપુર, ડાંગ, પંચમહાલ, અરવલ્લી, કચ્છ, બોટાદ, ગાંધીનગર, બનાસકાંઠા, તાપી, નવસારી, વલસાડ, ભરૂચ અને નર્મદા જિલ્લાઓમાં એક પણ સિટી સ્કેન મશીન નથી. જ્યારે જૂનાગઢ, પોરબંદર, ખેડા, મોરબી, ભાવનગર, સુરત, સાબરકાંઠા, મહેસાણા, રાજકોટ, દાહોદ અને પાટણ જિલ્લામાં એક-એક સીટી સ્કેન મશીન છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો