ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના કુલપતિ નવીન શેઠને GTUમાં વૈભવી કુલપતિ નિવાસ સ્થાન આપ્યું હોવા છતાં કુલપતિ તેમને અગાઉ ફાળવેલ સમર્પણ ફ્લેટમાં રહે છે.તેઓ બંને મકાનનો ઉપયોગ કરી સરકારી નાણાંનો વ્યય કરી રહ્યાં હોવાનો NSUIએ આક્ષેપ કર્યો છે.
હજી સુધી વધારાનું મકાન પરત પણ કર્યું નથી
NSUIના નેતા સુધીર રાવલે જણાવ્યું હતું કે એક તરફ સરકારી કર્મચારીઓને રહેવા માટે મકાન મળી નથી. ત્યારે GTUના કુલપતિ નવીન શેઠ GTUમાં ફાળવેલ કુલપતિ નિવાસમાં પણ રહે છે અને તેમને અગાઉ નવરંગપુરા ખાતે સમર્પણ ફ્લેટમાં ક્લાસ-1 અધિકારીઓ સાથે ફાળવેલ મકાનમાં પણ તેઓ વસવાટ કરે છે.કુલપતિ સરકારે આપેલા બંને મકાનનો ઉપયોગ કરે છે. તેમણે હજી સુધી વધારાનું મકાન પરત પણ કર્યું નથી.
આ અંગે GTU ના કુલપતિ નવીન શેઠે દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મને સમર્પણ ફ્લાઈટમાં મકાન ફાળવ્યા બાદ કુલપતિ નિવાસ બનાવવામાં આવ્યું હતું.પરંતુ GTU પાસે બહારથી આવતા મહેમાન માટે કોઈ ગેસ્ટ હાઉસ નહોતું અને હોટલના મોંઘા ભાડાનો ભાર ન પડે તે માટે નિવાસને ગેસ્ટ હાઉસમાં ફેરવવામાં આવ્યું છે. હું અત્યારે મને ફાળવેલ એક જ મકાન જે સમર્પણ ફ્લેટમાં છે તેનો જ ઉપયોગ કરું છું.
સમપર્ણ ફ્લેટ ખાલી કરાવવા NSUIની માંગ
GTUમાં ફાળવેલ વૈભવી નિવાસને મેન્ટેન કરવા માટે દર મહીને 70 હજાર કરતા વધુ મેન્ટેનેન્સ ચૂકવવામાં આવે છે.GTUથી સમર્પણ ફ્લેટ સુધી આવવા સરકારી ગાડીનો જ ઉપયોગ કરે છે. એક જ વ્યક્તિ સરકારના બે નિવાસ સ્થાનનો ઉપયોગ કરે છે. જેનાથી સરકારી નાણાનો વ્યય થાય છે. NSUIની માંગણી છે કે સમપર્ણ ફ્લેટ કુલપતિ પાસેથી ખાલી કરાવવામાં આવે અને તેમના પર કાર્યવાહી કરવામાં આવે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.