તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બર્ડફ્લૂ:ઘરોમાં પાળેલાં પક્ષીઓથી નુકસાન નથી, બહાર પક્ષી પાસે જતાં માસ્ક જરૂરી છે

અમદાવાદ21 દિવસ પહેલા
 • કૉપી લિંક

નારોલની આકૃતિ ટાઉનશિપમાં 200 કબૂતરોનાં મોત થતાં બર્ડફ્લૂનો ભય ફેલાયો છે. શહેરની સ્વૈચ્છિક સંસ્થાઓ અને ઝૂમાં પક્ષીઓ સાથે કેવી રીતે વ્યવહાર કરવો તેને લઈને સૂચનો અપાયા છે. તો બીજી તરફ કબૂતર પોપટ જેવા પક્ષીઓને સ્થાનિક લોકો ઘરમાં જ રાખે છે. ઝૂ દ્વારા પક્ષી વિભાગ બંધ કરાયો છે અને એન્ટિ વાયરલ મેડિસીન અપાય છે.

આ અંગે વાત કરતાં ઝૂ સુપ્રિટેન્ડન્ટ ડૉ. આર. કે. શાહુએ કહ્યું કે, ‘અમદાવાદમાં બર્ડ ફ્લૂનો ભય છે ક્યાંક ક્યાંક કબૂતર જેવા પક્ષીઓનો નાશ કરીને તેમને દાટી દેવાની ઘટનાઓ બની છે ત્યારે કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં સહેજેય 1400 જેટલા બર્ડ છે. લોકોની સેફ્ટી અને બર્ડ પણ સેફ રહે તે માટે હાલ અહીં બર્ડને એન્ટિ વાયરલ દવાનો છંટકાવ કરાઈ રહ્યો છે. ઝૂ કિપરને પણ સૂચના અપાઈ છે કે કોઈ પણ બર્ડ પાસે જાય તો માસ્ક પહેરે અને અંતર જાળવે. આ સાથે સ્ટાફને ગ્લોવ્ઝ પહેરવા માટે પણ સૂચનાઓ અપાઈ છે.

નોનવેજની લારી હમણાં પૂરતી બંધ કરવી જોઇએ
પહેલાં બર્ડ ફ્લૂ મરઘી અને બતકમાં જોવા મળે છે પછી કબૂતરમાં પણ આવ્યો. અમદાવાદમાં લારી પર નોન-વેજ મળે છે તેને બંધ રાખવું જોઈએ. ઘરોમાં જે બર્ડ પાળે છે તેમનાથી નુકસાન નથી. - હરમેશ ભટ્ટ, આશા ફાઉન્ડેશન, હાથીજણ

​​​​​​​ઘરમાં પાળેલાં પક્ષીઓને અત્યારે બહાર ન કાઢો
લોકો ઘરમાં બર્ડ પાળે તેમણે ડરવાની જરૂર નથી. તેમની નજીક જાવ તો થોડું અંતર જાળવો અને બને તો માસ્ક પહેરો અને હાથમાં પણ ગ્લોવ્ઝ પહેરો. તમારા પક્ષીને હમણાં બહાર ન કાઢો. જો તેની તબિયતને લઈને કંઈ શંકા પડે તો વેટરનરી ડૉક્ટરનો સંપર્ક કરો. - અરવિંદ પરમાર, બર્ડ રેસ્ક્યૂ મેમ્બર, વાડજ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો