કામગીરી:ચેમ્બરમાં ઘણું કામ બાકી છે પણ મારી પાસે 40 સપ્તાહ છે: પ્રમુખ

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 71મી વાર્ષિક સામાન્ય સભામાં ચેમ્બરના હોદ્દેદારોએ ચાર્જ લીધો
  • ઉપપ્રમુખે​​​​​​​ કહ્યું, કોરોના પછીના સમયમાં વેપાર-ઉદ્યોગને વેગ આપીશું

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની 71મી વાર્ષિક સામાન્ય સભા અને હોદેદારોની નવી ટીમનો પદગ્રહણ સમારોહ શનિવારે યોજાઇ ગયો. જેમાં પ્રમુખ પદે હેમંત શાહ, સિનિયર ઉપપ્રમખુ પદે પથિક પટવારી અને ઉપપ્રમુખ તરીકે સંજીવ છાજેડે વર્ષ 2021-22 માટેનો કાર્યભાળ સભાળ્યો હતો. આ પ્રસંગે પંકજ પટેલે ઓનલાઇન નવી ટીમને શુભેચ્છા પાઠવીને ચેમ્બરના બંધારણ પ્રમાણે કામ કરવા સૂચન કર્યું હતું.

ચેમ્બરની વાર્ષિક સામાન્ય સભામાં કારોબારી સમિતિના સભ્યો કે જેઓ બિનહરીફ ચૂંટાઇ આવ્યા હતા તેમના નામની જાહેરાત કરવામાં આવી હતી. નવા પ્રમુખ તરીકે આવેલા હેમંત શાહએ જણાવ્યું હતું કે, ચેમ્બરમાં મારે ઘણું કામ કરવું છે પરંતુ મારી પાસે માત્ર 40 અઠવાડિયા રહ્યાં છે. જેથી કામની મર્યાદાઓ અને સહકારની અપેક્ષા રાખું છું. કોવિડની મહામારીના કારણે સ્થિર થયેલી ઇન્ડસ્ટ્રીને બુસ્ટ કરવા માટે નિકાસ પર ભાર આપ્યો હતો. તેમણે ઇન્ડસ્ટ્રીને સ્કીલ વર્કર આપવા પર પણ ભાર મુક્યો હતો.

આ ઉપરાંત ઉપ પ્રમુખ પથિક પટવારીએ જણાવ્યું હતું કે, કોવિડની પરિસ્થિતિમાં જે રીતે કામ કર્યું હતું તેના કરતા વધારે પ્રબળ રીતે ઇન્ડસ્ટ્રીને બુસ્ટ કરીશું. જ્યારે સંજીવ છાજેડે જણાવ્યું કે નાના ઉદ્યોગો કે જેમને હાલમાં પડતી મુશ્કેલીઓને સરકાર સમક્ષ રજૂઆત કરતા પહેલા તેના પર રિસર્ચ કરીને તેમના પ્રશ્નોને દૂર કરવાના પ્રયાસ કરીશું.

અન્ય સમાચારો પણ છે...