સંક્રમણ:AMCની જે ઓફિસથી કોરોના સામે વ્યૂહ ઘડાય છે ત્યાં જ ત્રણ પોઝિટિવ

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • નવા 152 કેસ, 4નાં મોત, રેલવે સ્ટેશનેથી વધુ 15 પોઝિટિવ મળ્યા
  • હાઇકોર્ટમાં કોરોનાના કેસ વધતાં આજથી ફિઝિકલ કોર્ટ શરૂ નહીં થાય

શહેરમાં કોરોના અટકાવવા માટે જ્યાંથી મોનિટરિંગ અને વ્યૂહ ઘડાય છે તે રિવરફ્રન્ટ હાઉસ પર બેસતાં એક ઉચ્ચ અધિકારી સહિત 3 કર્મચારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કોરોનાના સંક્રમણના ડરે અધિકારીઓ દાણાપીઠ ખાતેની કચેરીમાં બેસવાનું ટાળે છે.

દરમિયાન હાઇકોર્ટમાં બુધવારથી ફિઝિકલ કોર્ટ શરૂ નહીં થાય. હાઇકોર્ટ જજના કોર્ટ માસ્ટરને પણ કોરોના થતાં આ નિર્ણય લેવાયો છે. સિવિલ કોર્ટમાં એક અને ક્રિમિનલ કેસ માટે 3 વર્ચ્યુઅલ કોર્ટ ચાલુ રાખવામાં આવશે. છેલ્લા 24 કલાકમાં શહેરમાં નવા 152 કેસ નોંધાયા હતા અને 4 દર્દીના મૃત્યુ થયા હતા. વટવા-હાથીજણના કોર્પોરેટર અતુલ પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કાલુપુર સ્ટેશને ટેસ્ટિંગમાં 15 પેસેન્જર પોઝિટિવ મળી આવ્યા છે. 9, મુઝફરપુર એક્સપ્રેસમાં 2 અને ગોરખપુર એક્સપ્રેસમાં 4 પેસેન્જર પોઝિટિવ મળ્યા હતા. જ્યારે અમદાવાદમાં જિલ્લામાં 20 કેસ નોંધાયા હતા.

આ વિસ્તાર માઈક્રો કન્ટેઈનમેન્ટમાં

  • સાંઇ પ્લાઝા એપાર્ટ, ખોખરા
  • ઘર નં. 581 થી 600, આઝાદ ચોક, વટવા
  • કાલીંદ એપાર્ટમેન્ટ, મણિનગર
  • 1લો માળ એન2,4થો માળ જી, 5 માળ આઇ-1 અને ટી-1, બીજો માળ પી બ્લોક અદાણી પ્રથમ, ચાંદલોડિયા
  • 4 અને 5મો માળ બી બ્લોક, અર્જુન ટાવર, ઘાટલોડિયા
  • બ્લોક એ, સારંગ ફ્લેટ, આંબાવાડી
અન્ય સમાચારો પણ છે...