• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • There Are No Plans To Redevelop The Main 1 Acre Of Sabarmati Ashram; Government, Gujarat High Court Rejects PIL In Sabarmati Ashram Case

સુનાવણી:સરકારે કહ્યું,'સાબરમતી આશ્રમના મુખ્ય 1 એકરમાં રીડેવલપમેન્ટ કરવાનું કોઈ આયોજન નથી', ગુજરાત હાઇકોર્ટે PILને ફગાવી

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઓર્ડરની કોપી આવ્યા બાદ અભ્યાસ કરી આગળની કાર્યવાહી કરીશું: તુષાર ગાંધી
  • આશ્રમ આસપાસ ઝુંપડી તોડવા બાબતે સિવિલ કોર્ટમાં રજૂઆત કરવી જોઈએ: કોર્ટ

ગાંધી આશ્રમના રીડેવલપમેન્ટ મામલે ગુજરાત હાઇકોર્ટમાં થયેલી જાહેરહિતની અરજી ગુજરાત હાઈકોર્ટે ડિસમિસ કરી છે. આ કેસની સુનાવણીમાં સરકાર તરફથી એડ્વોકેટ જનરલ કમલ ત્રિવેદીએ કોર્ટ સમક્ષ વાત મૂકી કે ગાંધી આશ્રમના ડેવલપમેન્ટમાં મ્યુઝિયમ, આશ્રમ કે મગન વિલા તરફેના એક એકરના વિસ્તારને તેવો ટચ પણ નથી કરવાના, એટલે કે આ હિસ્સામાં કોઈ પણ પ્રકારનું રીડેવલપમેન્ટ કરવા નથી કરવાના. જેથી ચીફ જસ્ટિસની ખંડપીઠે આ અરજીને નકારી કાઢી છે.

સાબરમતી ગાંધી આશ્રમ
સાબરમતી ગાંધી આશ્રમ

એડવોકેટ જનરલના નિવેદન બાદ સુનાવણી દરમિયાન અરજદારના એડવોકેટ ભૂષણ ઓઝાએ કોર્ટ સમક્ષ પોતાની દલીલ મુકતા જણાવ્યું કે રીડેવલપમેન્ટ કરવાથી હાલના માળખાને નુકસાન પહોંચશે. જોકે સરકાર તરફથી એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ સ્પષ્ટતા કરી કે ગાંધી આશ્રમ, મ્યુઝિયમ અને મગન વિલાના જેટલા વિસ્તારમાં તેઓ કંઈપણ કરવા નથી. પરંતુ તેની આસપાસના 55 એકર જગ્યાને ગાંધીજીના આદર્શો અને મૂલ્યોને ધ્યાનમાં રાખીને ડેવલપ કરવા જઈ રહ્યા છે. જેના થકી આ જગ્યાનુ મહત્વ પણ વધશે અને પ્રવાસન ક્ષેત્રમાં પ્રગતિ થશે.

ગુજરાત હાઇકોર્ટે
ગુજરાત હાઇકોર્ટે

રીડેવલપમેન્ટ બાબતે ગવર્નિંગ કાઉન્સિલની રચના
માત્ર એટલું નહીં પરંતુ એડવોકેટ જનરલે એ વાતનો પણ ઉલ્લેખ કર્યો કે, રીડેવલપમેન્ટ બાબતે ગવર્નિંગ કાઉન્સિલની રચના કરવામાં આવી છે. જેમાં હાલ સાબરમતી આશ્રમના પ્રતિનિધિઓ પણ તેમાં સમાવેશ કરવામાં આવ્યો છે. એટલે જે કંઈ પણ કામ કરવામાં આવશે તે તેમના માર્ગદર્શન હેઠળ કરવામાં આવનાર છે. આ બાબતને ગુજરાત હાઇકોર્ટે રેકોર્ડ પર લેતા જાહેર હિતની અરજી ડિસમિસ કરી દેવામાં આવી છે.

ઓર્ડર આવ્યા બાદ આગામી કાર્યવાહી અંગે નિર્ણય લેશે: ગાંધીજીના પ્રપૌત્ર
અરજદાર વતી એડવોકેટ ભૂષણ હાઇ કોર્ટ સમક્ષ દલીલ કરી કે કોઇ નોટિસ આપ્યા વગર ગાંધી આશ્રમની આસપાસની ઝૂંપડી તોડવામાં આવી રહી છે. જે અંગે કોર્ટે કહ્યું કે તેમણે સિવિલ કોર્ટમાં આ બાબતે જોઈએ. ગાંધીજીના પ્રપૌત્ર તુષાર ગાંધીએ દિવ્યભાસ્કર સાથે વાત કરતાં જણાવ્યું કે, હજુ સુધી તેમની પાસે લેખિતમાં કોર્ટનો ઓર્ડર આવ્યો નથી ઓર્ડર આવ્યા બાદ તેનો અભ્યાસ કરી આગામી કાર્યવાહી અંગે નિર્ણય લેશે. જાહેર હિતની અરજીમાં રજૂઆત કરવામાં આવી હતી કે કે મહાત્મા ગાંધીના કોઇપણ આશ્રમ સરકારના નિયંત્રણ હેઠળ ન હોઈ શકે. આઝાદીની ચળવળ સાથે જોડાયેલા સ્મારકને વ્યવસાયિક પ્રવાસન સ્થાનમાં ન ફેરવી શકાય. સાથે જ આ આ રીડેવલપમેન્ટ ગાંધીજીની ઈચ્છા અને વિચારોની વિરુદ્ધ ગણી શકાય જેથી જેના પર રોક લગાવવામાં આવે.