તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

AMCની બેદરકારી:RTI હેઠળ રોજની 34 અરજી આવે છે પણ સાચી માહિતી મળતી નથી, સાઈટ પરથી માહિતી ન મળતાં નાછૂટકે લોકો RTI કરે છે

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

આરટીઆઇ હેઠળ જાહેરહિતમાં કોઇ પણ માહિતી આપવાના કાયદાને નખ વગરનો વાઘ બનાવી દીધો હોય તેમ મ્યુનિ. તંત્ર અનેક માહિતીઓ આપવામાં ધાંધિયા કરી રહ્યું છે. છેલ્લા 3 વર્ષમાં મ્યુનિ.ને માહિતી અધિકાર હેઠળ માહિતી માગતી 34105 જેટલી અરજીઓ મળી છે ત્યારે રોજની 34 જેટલી અરજીઓ આરટીઆઇ હેઠળ આવતી હોવાનું જોવા મળી રહ્યું છે.

આરટીઆઇ એક્ટ હેઠળ સામાન્ય રીતે અનેક માહિતીઓ તો સીધી વેબસાઇટ પર નાગરિકો માટે જાહેર કરી દેવાનો કાયદો છે. જોકે મ્યુનિ. તંત્ર દ્વારા પોતાની વેબસાઇટ પર માહિતી આપવાના મુદ્દાઓ સતત ઘટાડી રહી છે જેેને કારણે એક તરફ નાગરિકોને જરૂરી માહિતી વેબસાઇટ પર સીધી મળી શકતી ન હોવાથી તેમને મ્યુનિ.માં આરટીઆઇ કરવી પડે છે. જોકે આરટીઆઇ કરવા છતાં પણ તંત્ર યોગ્ય માહિતી આપતું નથી, જેને કારણે અપીલોનું ભારણ પણ પડી રહ્યું છે.

આરટીઆઇ હેઠળ એક મહિનામાં જો માહિતી ન મળે તો અરજદારને અપીલ કરવાની કાયદાકીય જોગવાઇ છે. જોકે કોરોનાકાળમાં અરજદાર જાતે હાજર રહે તે રીતે અપીલની સુનાવણી શક્ય ન હોવાથી હાઇકોર્ટે ઓનલાઇન અપીલની સુનાવણી માટે આદેશો આપ્યા હતા. જોકે મ્યુનિ. તંત્ર દ્વારા ઓનલાઇન અપીલની સુનાવણીની કોઇ વ્યવસ્થા ગોઠવી ન હતી.

માહિતી ન આપવાનો રેશિયો 80 ટકા સુધી પહોંચી ગયો છે
કોરોના પહેલા મ્યુનિ. તરફથી અરજદારોને 80 ટકા કિસ્સામાં માહિતી સમય મર્યાદામાં મળતી હતી. કોરોનાકાળ અને અત્યારે માહિતી નહીં આપવાનો રેશિયો 70થી 80 ટકા થઇ ગયો છે. અપીલોની સુનાવણી પણ લગભગ થતી નથી. - પંકજ ભટ્ટ, આરટીઆઇ એક્ટિવિસ્ટ

વર્ષવાર મળેલી RTIની અરજી

2017-1810,458
2018-1911,446
2019-2012,201
અન્ય સમાચારો પણ છે...