તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

બેદરકારી:અમદાવાદ સ્ટેશને રોજ 14 ટ્રેન આવે છે, કોરોનાના ટેસ્ટ માત્ર 4 ટ્રેનમાં જ થાય છે

અમદાવાદ12 દિવસ પહેલા
 • કૉપી લિંક
કાલુપુર સ્ટેશન પર અનેક પેસેન્જરો કોરોના ટેસ્ટ કરાવ્યા વિના બહાર નીકળી જાય છે.
 • અન્ય ટ્રેનના પેસેન્જરોને ટેસ્ટ વિના જવા દેવાય છે, નવા 165 કેસ, 4 મોત
 • કાલુપુર રેલવે સ્ટેશનેથી વધુ 8 પેસેન્જર કોરોના પોઝિટિવ મળ્યા

શહેરમાં કોરોનાના દર્દીઓને શોધી કાઢવા મ્યુનિ.એ અન્ય રાજ્યોમાંથી શહેરમાં પ્રવેશતા લોકોનું કોરોના ટેસ્ટિંગ હાથ ધર્યું છે. પરંતુ અન્ય રાજ્યોમાંથી રોજ 14થી 15 ટ્રેનો કાલુપુર રેલવે સ્ટેશને આવે છે. મ્યુનિ. હેલ્થ ટીમ ફક્ત ચાર ટ્રેન રાજધાની એક્સપ્રેસ, હાવડા એક્સપ્રેસ, મુજફ્ફરપુર - અમદાવાદ એક્સપ્રેસ અને ગોરખપુર - અમદાવાદ એક્સપ્રેસના પેસેન્જરોની જ તપાસ કરેે છે. જ્યારે આ ટ્રેનની સાથે જ જો કોઈ અન્ય ટ્રેન આવે તો તેમને ચેક કર્યા વગર સીધા બહાર જવા દેવામાં આવે છે. ત્યારે પ્રશ્ન એ થાય છે કે, શું હેલ્થ વિભાગને આ ચાર ટ્રેનમાં જ કોરોનાના દર્દીઓ મળે છે? બાકીની ટ્રેનમાં આવતા પેસેન્જરો સ્વસ્થ હોય છે?

રેલવે દ્વારા અમદાવાદની 14થી 15 ટ્રેનોનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. આ ટ્રેનોમાં અન્ય રાજ્યમાંથી આવતા પેસેન્જરો દ્વારા શહેરમાં કોરોનાનું સંક્રમણ ફેલાય નહીં તે માટે સ્ટેશન પર પેસેન્જરોની તપાસ શરૂ કરવામાં આવી છે. પરંતુ હેલ્થ વિભાગ દ્વારા દિવસ દરમિયાન આવતી ફક્ત ચાર ટ્રેનના પેસેન્જરોની જ તપાસ કરવામાં આવે છે. બુધવારે શહેરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 165 કેસ નોંધાયા હતા. જ્યારે 4 દર્દીઓના મૃત્યુ થયા હતા.

આ ટ્રેનમાં તપાસ કરાતી નથી

 • સાબરમતી એક્સપ્રેસ
 • ગુજરાત સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ
 • આશ્રમ એક્સપ્રેસ
 • જબલપુર-સોમનાથ એક્સપ્રેસ
 • આગરાકેન્ટ-અમદાવાદ એક્સ.
 • સૂર્યનગરી એક્સપ્રેસ
 • કર્ણાવતી એક્સપ્રેસ
 • દાદર-ભૂજ એક્સપ્રેસ
 • યશવંતપુર

આ ચાર ટ્રેનમાં કોરોનાની તપાસ થાય છે

 • રાજધાની એક્સપ્રેસ
 • હાવડા એક્સપ્રેસ
 • મુજફ્ફરપુર-અમદાવાદ એક્સ.
 • ગોરખપુર-અમદાવાદ એક્સપ્રેસ

હાઇકોર્ટ 16 ઓક્ટોબરથી 4 દિવસ બંધ રહેશે
ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસે 16થી 19 ઓક્ટોબર સુધી કોર્ટ સંપુર્ણ બંધ રાખવા આદેશ કર્યો છે. 4 દિવસ કોર્ટ પરિસરની તમામ ઓફિસ અને કોર્ટરૂમ સેનેટાઇઝ કરાશે.16મીએ જયુડીશ્યલ એકેડેમીમાં તમામ સ્ટાફનો એન્ટીજન ટેસ્ટ કરવામાં આવશે. ચીફ જસ્ટિસે એડવોકેટ જનરલ, સરકારી વકીલ અને પબ્લીક પ્રોસીકયુટરની તમામ ઓફિસોને સદંતર બંધ રાખવા અને સ્ટાફને હાજર નહી રહેવા આદેશ કર્યો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો