તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મંદિરને નિશાન બનાવાયા:હાંસોલના બે મંદિરમાંથી માતાજીના છત્રની ચોરી

અમદાવાદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહાકાળી અને સધી માતાના મંદિરને નિશાન બનાવાયા
  • બંને મંદિરમાંથી તસ્કરો છત્ર ઉપરાંત દાગીના પણ ઉઠાવી ગયા

શહેરના એરપોર્ટ વિસ્તારમાં આવેલા હાંસોલ ગામમાં આવેલા મહાકાળી માતા અને સધી માતાના મંદિરમાં એકસાથે ચોરીની ઘટના બની છે. જેમાં તસ્કરો સોના-ચાંદીના છત્ર સહિતના રૂ.62 હજારની કિંમતના દાગીનાની ચોરી કરી ગયા હતા. આ અંગે મંદિરના પૂજારીએ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

બનાવની મળતી માહિતી અનુસાર હાંસોલ ગામમાં રહેતા રાજુ ઠાકોર ગામના સધી માતા તેમજ મહાકાળી માતાના મંદિરમાં સવારે સેવાપૂજાનુ કામકાજ કરે છે. જ્યારે રાતના સમયે ગાભાજી જેણાજી ઠાકોર સેવાપૂજા કરે છે. આ મંદિરના તાળાની ચાવી બાબુજી ઠાકોર પાસે રહે છે તેઓ સવારના પાંચ વાગે તાળુ ખોલે છે અને રાતના 10 વાગે બંધ કરે છે.

ગત 1 જુનના રોજ સવારના સાડાસાત વાગ્યાના સુમારે રાજુભાઈએ સેવાપૂજા કરી હતી. ત્યારબાદ સાંજના સમયે ગાભાજી સેવાપૂજા કરતા હતા, ત્યારે તેઓ પણ હાજર હતા. દરમિયાન તેમના ધ્યાને આવ્યું હતું કે, સધીમાતા મંદિરમાં છત્ર ગાયબ હતા. ત્યારબાદ મહાકાળી માતાના મંદિરમાં તપાસ કરતા ત્યાંથી પણ સોનાનું છત્ર કિંમત રૂ.30 હજાર તથા એક તોલાના ચાંદીના છત્ર કિંમત રૂ.1000 એમ બંને મંદિરોમાં કુલ મળીને રૂ.62 હજારની મતાના સોના-ચાંદીના છત્ર ગુમ થયેલા જણાયા હતા. આ અંગે રાજુભાઈ ઠાકોરે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે CCTVના આધારે તપાસ શરૂ કરી
હાંસોલ ગામમાં આવેલા મંદિરમાં થયેલી ચોરી બાબતે પોલીસે આસપાસના વિસ્તારમાં લાગેલા સીસીટીવી ફુટેજ ચેક કરવાની કાર્યવાહી હાથ ધરી છે. આ સાથે ચોરીની ઘટનામાં સંડોવાયેલા લોકોની ઓળખ માટે આસપાસમાં રહેતા લોકોની પૂછપરછ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...