4 વિસ્તારના મકાનોની ફાઈલો ગુમ થતાં રહસ્ય સર્જાયું:સરકારી વસાહતમાંથી હાઉસિંગ બોર્ડનાં મકાનોની ફાઈલોની ચોરી

અમદાવાદ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ​​​​​​​ફાઈલોમાં મકાન માટેની અરજીના અસલ દસ્તાવેજો હતા

સોલા સરકારી વસાહતની 3 રૂમમાંથી ગુજરાત હાઉસિંગ બોર્ડની વિનોબાભાવે નગર, વિંઝોલ, વિવેકાનંદનગર તેમજ હાથીજણ સહિતના મકાનો માટે આવેલી અરજી સહિતના ડોક્યુમેન્ટની ફાઈલો ચોરાઈ છે. જો કે આ ઓફિસમાં રૂમો ભરીને

સરકારી ડોક્યુમેન્ટ હોવા છતાં અમુક જ મકાનોની ફાઈલોની ચોરી થઇ છે. જેથી આ ખરેખર ચોરી છે કે પછી ઓરિજિનલ રેકોર્ડ ગુમ કરવાનું ષડયંત્ર તે દિશામાં સોલા પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. 16 માર્ચે સવારે 10.45 વાગ્યે હાઉસિંગ બોર્ડના પંપ ઓપરેટરે સોલા સરકારી વસાહતમાં આવેલા ત્રણ બ્લોકમાંથી સ્લમ ક્લિયરન્સ સેલની જૂની ફાઈલોની ચોરી થયાની જાણ કરી હતી. આ અંગે સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ છે.

જાણભેદુ કે કર્મચારીનો હાથ હોવા શંકા
પોલીસને એવી શંકા છે કે, આ ઓફિસોમાં સંખ્યાબંધ રૂમો ભરીને સરકારી ડોકયુમેન્ટસ રાખવામાં આવ્યા હતા. પરંતુ 1988 - 89 ના વર્ષની અને તે પણ 4 જગ્યાની મકાનની ફાઈલો - અરજી ફોર્મ સહિતના ડોકયુમેન્ટનસની ચોરી કરવામાં આવી હતી. જેથી આ કામ કોઇ જાણભેદુ અથવા તો અંદર ના જ કોઈ કર્મચારીનું હોવાની શંકા પોલીસે નકારી નથી.

અન્ય સમાચારો પણ છે...