ચોરીની ઘટના:અમદાવાદના નારણપુરામાં પેઈંગ ગેસ્ટમાં રહેતા યુવકોના આઈફોન-11 સહિત પાંચ મોબાઈલ ફોનની ચોરી

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • વહેલી સવારે ઊઠીને જોયું તો તકિયા નીચેથી આઈકોન ગાયબ હતો

અમદાવાદમાં દિન-પ્રતિદિન ચોરીના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. શહેરમાં નારણપુરા વિસ્તારમાં પીજી તરીકે રહેતા યુવકો ઊંધી રહ્યા હતા ત્યારે ખુલ્લા દરવાજાથી તેમના મકાનમાં પ્રવેશી આઈફોન 11 સહિત પાંચ મોબાઈલની ચોરી કરી અજાણ્યો શખ્સ ફરાર થઈ ગયો હતો. નારણપુરા પોલીસ લાઈન સામે પેઈંગ ગેસ્ટ તરીકે રહેતા અને મૂળ અરવલ્લીના જૈવિક ચૌધરી એક્સિસ બેન્કમાં સેલ્સ એકિઝક્યુટિવ તરીકે ફરજ બજાવે છે. જૈવિક પાસે આઈફોન-11 છે. જૈવિક સાથે ભાડાના મકાનમાં અમરદીપ સિંહ તથા વિસ્મય ચૌધરી તથા અન્ય મિત્રો સાથે રહે છે.

અન્ય ચાર મિત્રના પણ મોબાઈલ ગાયબ હતા
ગઈ કાલ રાતે જૈવિકના મિત્રો પોતાના રૂમમાં સૂઈ ગયા હતા. જોકે જૈવિકને ઊંઘ ન આવતી હોવાથી તે મોડી રાત સુધી ગીત સાંભળતો હતો. સવારે જૈવિક તેના રૂમમાં સુઇ ગયો હતો ત્યારે તેનો મોબાઈલ ફોન તકિયા નીચે મુક્યો હતો. વહેલી સવારે ઊઠીને જોયું તો તકિયા નીચેથી આઈકોન ગાયબ હતો. જૈવિકે મોબાઇલ શોધવા માટે તરત જ તેના રૂમમેટ અને મિત્રને રિંગ કરવાનું કહ્યું હતું, જોકે તેના અન્ય ચાર મિત્રના પણ મોબાઈલ ગાયબ હતા. અન્ય મિત્રોને ઉઠાડીને પૂછયુ હતું, પરંતુ મોબાઇલ મળ્યો ન હતો.

નારણપુરા પોલીસ સ્ટેશનમાં મોબાઈલ ફોનની ચોરીની ફરિયાદ કરાઈ ( ફાઈલ ફોટો)
નારણપુરા પોલીસ સ્ટેશનમાં મોબાઈલ ફોનની ચોરીની ફરિયાદ કરાઈ ( ફાઈલ ફોટો)

નારણપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી
વહેલી સવારે પેઈગ ગેસ્ટમાં રહેતા પાંચ યુવકોના મોબાઇલ ચોરાતાં જૈવિકે નારણપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. પોલીસે આ મામલે અજાણ્યા ચોર વિરુદ્ધ ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. નવરંગપુરા જેવા પોશ વિસ્તારમાં પેઈંગ ગેસ્ટ તરીકે યુવતીઓની સંખ્યા કેટલાય સમયથી તરીકે રહેતાં યુવક- રૂમમાં ચોરીના વધારો થયો છે. ત્યારે પીજી (પેઈંગ ગેસ્ટ) તરીકે રહેતાં યુવક-યુવતીઓ દરવાજા ખુલ્લા રાખતા હોવાથી તેમના રૂમને ટાર્ગેટ બનાવી ચોરી કરતી ટોળકી શહેરમાં ફરી સક્રિય બની છે.