તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચોરી:સોલા ભાગવતની DM વિદ્યાલયમાંથી કોમ્પ્યુટર, કેમેરા અને લેપટોપની ચોરી

અમદાવાદ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • તસ્કરો ધાબાના દરવાજાનું તાળું તોડીને સ્કૂલમાં ઘૂસી આવ્યા હતા
 • કુલ 37,500 મતાની ચોરી, સોલા હાઈકોર્ટ પોલીસમાં ફરિયાદ

શહેરના સોલા પોલીસ સ્ટેશનની સામે જ આવેલા સોલા ભાગવત વિદ્યાપીઠ સંકુલની ડી.એમ.વિદ્યાલયમાં ઘૂસી આવેલા તસ્કરો કોમ્પ્યુટર સિસ્ટમ, લેપટોપ, કેમેરા, બ્રોડ બેન્ક સહિતની વસ્તુઓ ચોરી ગયા હતા. શનિવારે જુદી જુદી સ્કૂલમાંથી કર્મચારીઓ ચૂંટણીકાર્ડને લગતા કામ માટે ડી.એમ. વિદ્યાલયમાં આવ્યા હતા. સાંજે કામ પૂરું થતાં, બધાં જતા રહ્યાં બાદ પ્રિન્સિપાલ સ્કૂલને લોક મારીને ઘરે ગયા હતા. ત્યારબાદ તસ્કરો ધાબાના દરવાજાનું તાળું તોડીને સ્કૂલમાં ઘૂસી આવ્યા હતા.

ચાંદખેડામાં આવેલા પરમેશ્વર-8માં રહેતા સમીરકુમાર પ્રેમાનંદ કટારિયા(51)26 વર્ષથી સોલા ભાગવત વિદ્યાપીઠ સંકુલમાં આવેલી ડી.એમ.વિદ્યાલય સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. જ્યારે 3 વર્ષથી ઈન્ચાર્જ પ્રિન્સિપાલ તરીકે પણ કામ કરે છે. તા.29 નવેમ્બરના રોજ ચૂંટણીકાર્ડના કામકાજ હોવાથી જુદી જુદી સ્કુલના કર્મચારીઓ ડી.એમ.વિદ્યાલય ખાતે આવ્યા હતા. સાંજના 5 વાગ્યે કામ પતાવીને કર્મચારીઓ જતા રહ્યાં બાદ સમીરકુમાર સ્કુલને તાળાં મારીને ઘરે ગયા હતા.

જ્યારે સોમવારે સ્કૂલના પટાવાળા રાજેન્દ્રગીરી બાવાએ સમીરકુમારને ફોન કરીને સ્કૂલમાં ચોરી થઇ હોવાની જાણ કરી હતી. જેથી સમીરકુમારે સ્કૂલે આવી, તપાસ કરી તો સ્કૂલના ધાબા પરથી સ્કૂલમાં આવવાના દરવાજાનું તાળું તોડીને તસ્કર સ્કૂલમાં ઘૂસી ગયા હોવાની જાણ થઈ હતી. ત્યારબાદ તેઓ પ્રિન્સિપાલની ઓફિસમાં ગયા હતા અને ત્યાંનું તાળું તોડી, તિજોરીઓના તાળાં તોડીને કોમ્પ્યુટર સિસ્ટમ, લેપટોપ, કેમેરા, બ્રોડબેન્ક મળીને કુલ રૂ.37,400ની મતા ચોરી ગયા હતા.

ઘટનાની જાણ થતા સોલા હાઈકોર્ટ પોલીસ ઘટના સ્થળે આવી હતી. ત્યારે સુધીરકુમારે અરજી આપી હતી. જો કે ડીઈઓ ઓફિસમાંથી ફરિયાદ કરવાનું જણાવાતાં આ અંગે સુધીરકુમારે સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો