સ્ટેચ્યુમાંથી ચોરી:અમદાવાદના ઉસ્માનપુરા પાસે આવેલા ડો.વિક્રમ સારાભાઈના સ્ટેચ્યુના હાથમાં રાખેલું પુસ્તક, પેન અને ટેબલની ચોરી

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર ઉસ્માનપુરા ત્રણ રસ્તા પાસે આવેલા ડો.વિક્રમ સારાભાઈના હાથમાં રાખેલું પુસ્તક, પેન અને ટેબલની કોઈ અજાણી વ્યક્તિ ચોરી કરી ફરાર થઇ ગયું છે. જાહેર રોડ પર મુકવામાં આવેલા આ સ્ટેચ્યુમાંથી ચોરી કરી જતા પોલીસના રાત્રિ પેટ્રોલિંગ અને સાબરમતી રિવરફ્રન્ટની સિક્યુરિટી પર સવાલ ઉભા થયા છે. સાબરમતી રિવરફ્રન્ટના સિક્યુરિટી સુપરવાઈઝરે પોલીસ ફરિયાદ નોંધવતા પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફુટેજના આધારે તપાસ શરૂ કરી છે.

પશ્ચિમ તરફ સાબરમતી રિવરફ્રન્ટ પર ઉસ્માનપુરા ત્રણ રસ્તા પાસે ડો.વિક્રમ સારાભાઈનું સ્ટેચ્યુ સાબરમતી રિવરફ્રન્ટ ડેવલોપમેન્ટ દ્વારા મુકવામાં આવ્યું છે. 26 ઓક્ટોમ્બરના રોજ રાતે 1 વાગ્યે સાબરમતી રિવરફ્રન્ટ સિક્યુરિટી એજન્સીના સુપરવાઈઝર પ્રેમસિંધ ચૌહાણ સિક્યુરિટી ગાર્ડનું ચેકિંગ કરી ઘરે ગયા ત્યારે સ્ટેચ્યુમાં હાથમાં રહેલું પુસ્તક, પેન અને ટેબલ હતું. બીજા દિવસે સવારે 11 વાગ્યે ત્યાંથી નીકળ્યા ત્યારે આગળ મૂકેલું ટેબલ, પેન અને પુસ્તક ગાયબ હતું. જેથી આ મામલે રિવરફ્રન્ટના અધિકારીને જાણ કરી હતી. આ મામલે કોર્પોરેશનના અધિકારીઓ પાસેથી બિલ લઈ અને રજૂ કરી સાબરમતી રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...