તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બંધ ઘરમાં ચોરી:વસ્ત્રાપુરમાં મહિલાના ઘરમાંથી છૂટાછેડાની ફાઈલ, બાળકોના પાસપોર્ટ અને રોકડ, સોના-ચાંદીના દાગીના મળી 27 લાખની ચોરી

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનની ફાઈલ તસવીર - Divya Bhaskar
વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનની ફાઈલ તસવીર
  • ચોરે CCTVનું DVR, મહિલાના સહી કરેલા કોરો કાગળ પણ ન છોડ્યા
  • મહિલા 1 મેના રોજ રાજસ્થાનમાં પોતાના પિયર ગયા હતા, 3 જુલાઈએ પરત આવતાં ચોરીની ખબર પડી

અમદાવાદમાં રહેતી મહિલાના ઘણા સમયથી પતિ સાથે છૂટાછેડાની તકરાર ચાલે છે. જે અંગે કાર્યવાહી ચાલી રહી હતી. આ દરમિયાન તેમના બંધ ઘરમાં કોઈ અજાણ્યા શખસ ઘૂસીને કિંમતી વસ્તુઓની સાથે છૂટાછેડાની ફાઇલ, બાળકોના પાસપોર્ટ, સહી કરેલા કોરા કાગળ અને સીસીટીવી સ્ટોરેજ માટેનું ડીવીઆર પણ ચોરી ગયા છે. મહિલાએ કરેલી ફરિયાદ મુજબ તેના ઘરમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ મળીને 27 લાખથી વધુની મત્તાની ચોરી થઈ છે.

પતિ-પત્ની અલગ-અલગ રહે છે
વસ્ત્રાપુર પાસે આવેલા પ્રેસટીઝ ટાવરમાં રહેતા પૂર્વાજલી અગ્રવાલ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તે મુજબ તેમના પતિ સાથે તેમના છૂટાછેડાની પ્રક્રિયા ચાલે છે. તેઓ હાલ અલગ-અલગ રહે છે. જ્યારે બાળકો તેમની સાથે રહે છે. 1લી મેના રોજ તેઓ બાળકો સાથે પિયર રાજસ્થાન ગયા હતા. જ્યારે તેઓ 3 જુલાઈએ પરત અમદાવાદ આવ્યા હતા. ત્યારેઘરે આવ્યા ત્યારે ઘરનો દરવાજો તરત જ ખુલી ગયો અને ઘરમાં કોઈ આવ્યું હોવાની શંકા ગઈ હતી.

ચોર સીસીટીવીનું ડીવીઆર પણ ઉઠાવી ગયા
ફલેટમાં સીસીટીવી કેમેરા લાગેલા છે. જો કે સીસીટીવી કેમેરામાં ચોરની તસ્વીર કેદ થઇ ગઈ હતી. ઓળખ છતી ન થાય તે માટે ચોર સીસીટીવીનું ડીવીઆર પણ સાથે લઈ ગયા હતા.

બાળકના જન્મના દાખલા સહિતના દસ્તાવેજ ગાયબ
પૂર્વાંજલીબહેનના ફલેટમાંથી સોનાના હીરા જડિત દાગીના - ચાંદીના વાસણ - મોંઘી ઘડિયાળોની સાથે ત્રણેયના અસલ પાસપોર્ટ, પૂર્વાંજલીબહેનનું અલસ મેરેજ સર્ટિફિકેટ, બંને બાળકોના જન્મનો દાખલો, ત્રણેયના પાસપોર્ટ તેમજ 4 સફેદ કોરા કાગળ કે જેના ઉપર પૂર્વાંજલીબહેને સહીંઓ કરી હતી. તે ચોરી ગયા હતા.

ચોરીની ફરિયાદ નોંધાઈ
મહિલાએ ઘરમાં CCTVનું DVR ચેક કરવા ગયા તો તે ગાયબ હતું. તેમણે બીજી જગ્યાએ તપાસ કરતા ઘરમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ રૂપિયા ગાયબ હતા. એટલું જ નહીં ઘરમાંથી બાળકોના પાસપોર્ટ, લિવિંગ સર્ટિફિકેટ તેમજ છૂટાછેડાની ફાઇલ પણ ગાયબ હતી. તેની સાથે બે કોરા કાગળ જેમાં સહી કરેલી હતી, તે પણ ગાયબ હતાં. ઘરમાંથી મહત્વના કાગળ સહિત રૂ. 27.40 લાખની ચોરીની ફરિયાદ હાલ પોલીસ ચોપડે નોંધાઇ છે. આ અંગે વસ્ત્રાપુર પોલીસે તપાસ શરૂ કરી છે.

પોલીસ તપાસ હાથ ધરી
મહિલાએ કરેલી ફરિયાદ મુજબ તેના ઘરમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ મળીને 27 લાખથી વધુની મત્તાની ચોરી થઈ છે. હાલ આ બનાવ અંગે વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.