તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઈમ:નિકોલમાં ધાબા પર સૂતેલા પરિવારના ઘરમાંથી ચોરી

અમદાવાદ10 મહિનો પહેલા
 • કૉપી લિંક

નિકોલના ગોકુલ ગેલેક્સી સોસાયટીમાં ધાબે સૂતા પરિવારના ઘરમાંથી તસ્કરો રૂ.76 હજારની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ધર્મેન્દ્ર ઓઝા અને તેમની પત્ની રાત્રે ઘરને તાળું મારીને ધાબે સૂવા માટે ગયા હતા. સવાર ઊઠીને જ્યારે નીચે આવ્યા તો ઘરના દરવાજે મારેલું લૉક તૂટેલું હતું અને દરવાજો પણ ખુલ્લો હતો. ઘરની અંદર તપાસ કરતા ચારેબાજુ સામાન વેરવિખેર જોવા મળ્યો હતો. ધર્મેન્દ્રભાઈએ બેડરૂમમાં રહેલી તિજોરીની તપાસ કરતા લૉકરમાં મૂકેલા સોનાના દાગીના ગાયબ હતા, જ્યારે બેડરૂમના કાચની બારી પણ તૂટેલી હતી. આ અંગે તેમણે નિકોલ પોલીસને જાણ કરાતા પોલીસની ટીમે સ્થળ પર પહોંચી ધર્મેન્દ્રભાઈની ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો