તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નુકસાન:100%ની ક્ષમતા સાથે થિયેટર શરૂ પણ દર્શકો 5% જેટલા જ આવે છે

અમદાવાદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • નવી ફિલ્મો ન આવતા દર્શકોનો થિયેટર સુધી જવાનો રસ ઓછો
 • હિમાલયા મોલનો કાર્નિવલ સિનેમા, સિટી ગોલ્ડ બંધ જોવા મળ્યા

100 ટકાની ક્ષમતા સાથે થિયેટરો શરૂ તો થયા છે પરંતુ શહેરના થિયેટરમાં ફિલ્મો જોવા આવતા દર્શકોની સંખ્યા ઓવરઓલ 5થી 7 ટકા જોવા મળી રહી છે. એક શૉમાં 5થી લઈને 30ની સંખ્યા જ જોવા મ‌ળે છે. જેનું મુખ્ય કારણ લોકો બોલિવૂડની નવી ફિલ્મોની રાહ જોઈ રહ્યા છે. કેમ કે, અત્યારે ગુજરાતી અને હિન્દીની જૂની ફિલ્મો ચાલી રહી છે. કેટલીક ફિલ્મો જોવાના શોખીનનું એવું પણ કહેવું છે કે, નવી ફિલ્મો આવશે તો જ થિયેટરમાં જઈશું. શહેરના કેટલાક જાણીતા થિયેટરો તો બંધ જ જોવા મ‌ળ્યા હતા.

નવી ફિલ્મોની રાહમાં અને લોકોમાં જોવા મળતી નિરસતાને કારણે થિયેટરો ચલાવવા અત્યારે મુશ્કેલ થઈ રહ્યા છે. કેમ કે, તેને ચલાવવાનો ખર્ચ વધુ છે અને તે સામે દર્શકો ના હોવાથી આવક બિલકુલ ઓછી છે. શહેરના હિમાલયા મોલનો કાર્નિવલ સિનેમા અને સિટી ગોલ્ડ સહિતના કેટલાક થિયેટરો પણ બંધ જ જોવા મળ્યા હતા.

1,500ની કેપેસિટીમાં આશરે 40 જેટલા દર્શકો જ ફિલ્મો જોવા આવે છે
પહેલા દિવસે 40 જેટલા પ્રેક્ષકો આવ્યા હતા જ્યારે બીજા દિવસે 25 જેટલા પ્રેક્ષકો આવ્યા હતા. 1500ની કેપેસિટીના થિયેટરમાં માત્ર 2 ટકા જેટલા લોકો આવે છે. મોટાભાગના દર્શકો સાઉથની માસ્ટર ફિલ્મ માટે આવી રહ્યા છે. નવી ફિલ્મ જેટલા જલ્દી આવશે તેટલા વધુ લોકો આવશે. રાકેશ પટેલ, વાઈડ એંગલ, ઑનર

માર્ચ મહિના સુધી એક પણ સિટી ગોલ્ડની બ્રાન્ચ શરૂ નહીં થાય
અત્યારે સિટી ગોલ્ડ થિયેટર શરૂ કરવામાં આવ્યો નથી. શહેરમાં સિટી ગોલ્ડની 6 બ્રાન્ચ છે પરંતુ માર્ચ મહિના સુધી સિટી ગોલ્ડ થિયેટરની 6માંથી એક પણ બ્રાન્ચ ખોલવામાં નહીં આવે. જ્યાં સુધી કોઈ નવી ફિલ્મ રિલીઝ ન થાય ત્યાં સુધી તો અમે બધું બંધ રાખવાનો નિર્ણય લીધો છે. - સમીર ગુપ્તા, સિટી ગોલ્ડ, મેનેજર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો