તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સોલા હાઇકોર્ટ પાસેનો બનાવ:જાહેરમાં બર્થડે ઉજવનાર યુવકોએ વિદ્યાર્થીને ફટકાર્યો

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિદ્યાર્થીના પિતાએ પોલીસમાં અરજી કરતાં યુવકોએ ફરી રસ્તામાં રોકી મારી નાખવાની ધમકી આપી

સોલા હાઈકોર્ટ બંગલા પાસે બર્થડે પાર્ટી ઉજવતા છોકરાઓએ સ્પ્રેની બોટલ ઉછાળીને ફેંકતા ત્યાંથી પસાર થતા વિદ્યાર્થીને માથામાં વાગતા, વિદ્યાર્થીએ જોઈને બોટલ ફેંકવાનું કહેતાં યુવકોએ તેની સાથે ઝગડો, ગાળાગાળી અને મારીને ત્યાંથી ભગાડી મુક્યો હતો. ઘરે જઈને યુવકે પિતાને જાણ કરતા તેમણે સોલા પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી. જેથી યુવકોએ અરજી પાછી ખેંચવા બાબતે યુવકને રસ્તામાં રોકીને ફરી વખત માર્યો હતો.

ગોતા વસંતનગર ટાઉનશીપ ગોપાલપાર્કમાં રહેતો દિશાંત અમરતભાઈ દેસાઈ(19) ધો.12 માં અભ્યાસ કરે છે. દિશાંત 11 જૂને રાતે મામાના ઘરેથી ચાલતો તેના ઘરે જઈ રહ્યો હતો ત્યારે હાઈકોર્ટ બંગલોઝ પાસે બર્થડે ઉજવતા યુવકોએ સ્પ્રેની બોટલ હવામાં ઉછાળીને ફેંકતાં તે બોટલ દિશાંતને માથામાં વાગી હતી. જેથી દિશાંતે જોઈને બોટલ ફેંકવાનું કહેતા તે યુવકોએ દિશાંત સાથે ઝગડો, ગાળાગાળી, માર મારીને ભગાડી મુકયો હતો. આ યુવકોમાં વસંતનગરમાં રહેતો રોહિત ઝાપડા પણ હતો.

આ ઘટનાની દિશાંતે ઘરે જઈને પિતાને જાણ કરતાં દિશાંત અને તેના પિતાએ સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશને અરજી આપી હતી. જેથી બીજા દિવસે રાતે રોહિત અને તેના મિત્રોએ દિશાંતને રોકીને ‘તમે મારા વિરુધ્ધ પોલીસમાં અરજી કરીને મારું શું બગાડી લીધું ’ તેમ કહીને ગાળો બોલી, માર્યો હતો. ત્યારે એકે દિશાંતને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે દિશાંતે સોલા હાઈકોર્ટ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે રોહિત ઝાપડા વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...