ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાંચની કાર્યવાહી:સનાથલ પાસે દારૂની 659 બોટલ સાથે યુવક ઝડપાયો

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • રાજસ્થાનનો યુવક કારમાં દારૂ લઈ જતો હતો

અમદાવાદ ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમે ફિલ્મી ઢબે એક કારનો પીછો કરી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે 659 નંગ બોટલો સાથે રાજસ્થાનના શખ્સની ધરપકડ કરી છે.

અમદાવાદ રૂરલ એલસીબીને બાતમી મળી હતી કે એક શખ્સ કારમાં વિદેશી દારૂનો જથ્થો લઈને પસાર થવાનો છે. બાતમની પગલે પોલીસે સનાથલ સર્કલથી બાકરોલ સર્કલ તરફ આવતા રોડ પર વોચ ગોઠવી હતી. દરમિયાન શંકાસ્પદ કાર પસાર થતા પોલીસે તેને રોકવાનો ઈશારો કર્યો હતો, પરંતુ કારચાલકે કાર રોકી ન હતી. પોલીસે પીછો કરી કાર પકડી હતી. તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 659 બોટલો (રૂ.1.56 લાખ) મળી આવી હતી. પોલીસે કારચાલક ઈશ્વરસિંહ ચૌહાણ (ઝાલોર,રાજસ્થાન)ની ધરપકડ કરી છે.

અન્ય સમાચારો પણ છે...