તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અભદ્ર હરકત:બાલ્કનીમાં ઉભેલી પડોશણને જોવા યુવકે કેમેરા લગાવ્યાં, પેન્ટ કાઢીને ગંદા ઈશારા કરતો, મહિલા પહોંચી પોલીસ સ્ટેશન

અમદાવાદ19 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • રોજ બાલ્કનીમાં આવતી મહિલાને પાડોશી યુવક ખરાબ ઈશારા કરતા ઉગ્ર બોલાચાલી થઈ હતી

શહેરના પૂર્વ વિસ્તારમાં રહેતા પરિવાર આજે પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો. બાજુમાં રહેતી પડોશનને જોવા માટે તેના ઘર તરફ કેમેરા લગાવ્યા હતા. આ વાતનો વિરોધ કરતી પરિણીતાને સામે વાળો વ્યક્તિ પોતાનું પેન્ટ કાઢીને ગંદા ઈશારા કરવા લાગ્યો હતો. આ મામલે ઉગ્ર બોલાચાલી થતાં સમગ્ર મામલો કૃષ્ણનગર પોલીસ સ્ટેશન પહોંચ્યા છે. જે અંગે હાલ પોલીસે બન્ને પક્ષની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

સીસીટીવીની મદદથી પડોશન પર નજર રાખતો હોવાનો આક્ષેપ
પ્રાપ્ત માહિતી અનુસાર, કૃષ્ણનગર વિસ્તારમાં આવેલા એપાર્ટમેન્ટમાં પાડોશી વચ્ચેની અશ્લીલ અને અભદ્ર હરકત થતી હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઇ છે. હાલના ટેકનોલોજીના સમયમાં ટેકનોલોજીના દુરપયોગ કઈ રીતે થાય તે બાબત પ્રકાશમાં આવી છે. જેમાં સીસીટીવીની મદદથી પડોશન પર નજર રાખતા હોવાનો આક્ષેપ થયો છે.નેહા (નામ બદલ્યું છે ) તેના પતિ નિરજ (નામ બદલ્યું છે ) કૃષ્ણનગર વિસ્તારમાં આવેલા એપાર્ટમેન્ટમાં રહે છે. તે રોજ બાલ્કનીમાં આવે ત્યારે તેની સામેની બાલ્કનીમાં એક યુવક રોજ તેની સામે ઈશારા કરતો હતો. પણ પાડોશમાં કોઈ વિવાદ ન થાય અને નિરજ ઉશ્કેરાઈને કોઈ ઝઘડો ન કરે તે માટે કશું બોલતી ન હતી.

યુવકની અશ્લીલ હરકતોથી કંટાળી આખરે મહિલાએ ફરિયાદ નોંધાવી
એક દિવસ નેહા બાલ્કનીમાં આવી ત્યારે સાંમેનો યુવાન તેના ઘર તરફ સીસીટીવી કેમેરા લગાવી રહયો હતો. જેના કારણે નેહા ગભરાઈ ગઈ અને આ વખતે હિંમત કરીને નિરજને જાણ કરી હતી. એટલામાં તો સામે વાળો યુવક રોજની જેમ પોતાનું પેન્ટ કાઢીને અશ્લીલ હરકત કરવા લાગ્યો હતો.આ સમગ્ર મામલે બન્ને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જેથી કૃષ્ણનગર પોલીસે બન્ને તરફની આક્ષેપ પ્રતિ આક્ષેપ કરતી ફરિયાદ નોંધી હતી. આ અંગે હાલ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો