તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આત્મહત્યાનો પ્રયાસ:સાબરમતી વિસ્તારમાં વ્યાજખોરોના ત્રાસથી યુવકે ફીનાઇલ પીધું

અમદાવાદએક મહિનો પહેલા
 • કૉપી લિંક

સાબરમતીમાં રહેતા યુવકને ઉછીના લીધેલા પૈસાની વ્યાજ સાથે મોટી રકમની ઉઘરાણી કરી મારવાની ધમકી મળી હતી. આથી ગભરાઈને યુવકે ફીનાઇલ પી આત્મહત્યા કરવાનો પ્રયાસ કરતા સોલા પોલીસમાં બે લોકો સામે ફરિયાદ નોંધાઇ છે.

ન્યુ રાણીપની ગોપાલધામ સોસા.માં રહેતા ઉમંગ વિજય પંચાલ(ઉં.22) ને પત્નીની પ્રેગનન્સી માટે પૈસાની જરૂર હોવાથી મિત્ર રાકેશ વણઝારાને વાત કરતા વિષ્ણુ ભરવાડ (બંને રહે. શિવનગર,સાબરમતી) પાસેથી એક માસની મુદતે રૂ.25 હજાર ઉછીના લીધા હતા. જોકે વાયદા પહેલા જ રાકેશ અને વિષ્ણુએ રૂ.55 હજારની ઉઘરાણી સાથે મારવાની ધમકી આપી હતી. જેનાથી ગભરાઈને ઉમંગે ફીનાઈલ પી લીઘું હતું. આ અંગે રાકેશ અને વિષ્ણુ વિરુદ્ધ સોલા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો