હુમલો:યુવકે લાઇસન્સ માગનારા પોલીસને લાફો મારતાં ફરિયાદ

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

દાણીલીમડામાં ટ્રાફિક પોલીસે એક યુવકને ઊભો રાખીને ડોક્યુમેન્ટ માગતા તેણે ઝપાઝપી કરી ધમકી આપી હંગામો કર્યો હતો. અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ વિજયભાઈ સ્ટાફ સાથે દાણીલીમડા ખાતે ટ્રાફિક નિયમન કરતા હતા તે દરમિયાનમાં ચંડોળાથી દાણીલીમડા તરફ જઈ રહેલા બુલેટચાલકને રોકીને બાઇકના ડોક્યુમેન્ટ તથા લાઇસન્સ માગ્યું હતું.

યુવકે કહ્યું કે, ‘ઘરે ફોન કર્યો છે, ડોક્યુમેન્ટ મને મોકલી આપશે.’ થોડા સમય બાદ ફરી ડોક્યુમેન્ટ માગતા યુવકે ઉશ્કેરાઈને વિજયભાઈની ફેંટ પકડી લાફો મારી દીધો હતો. આથી ટ્રાફિક પોલીસના જવાનો ત્યાં આવી જતાં આ શખ્સે તેમની સાથે પણ મારઝૂડ કરી, ‘તમે પબ્લિકને ખોટી રીતે હેરાન કરો છો તમારા બધાના પટ્ટા ઉતારી દઈશ’ તેવી ધમકી આપવા લાગ્યો હતો. જોકે પોલીસના વધુ સ્ટાફે યુવકને ઝડપ્યો હતો અને નામ પૂછતાં તેની ઓળખ યાસીન પઠાણ તરીકે થઈ હતી. તેણે દાણીલીમડામાં રહેતો હોવાનું જણાવ્યું હતું. વિજયભાઈએ દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં તેની સામે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...