તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઈમ:યુવકે પાડોશમાં રહેતા કિશોરને ઘરે બોલાવી અશ્લીલ વીડિયો બતાવી કહ્યું, ‘ચાલ આપણે પણ આવું કરીએ’

અમદાવાદ  10 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • કિશોરની માતા, બહેને ઠપકો આપતા યુવકના પરિવારે બંનેની ધોલાઈ કરી

સરખેજ ફતેવાડીમાં રહેતા 12 વર્ષના કિશોરને પાડોશી યુવકે ઘરે બોલાવીને મોબાઈલ ફોનમાં અશ્લીલ વીડિયો બતાવ્યો હતો. આટલું જ નહીં વીડિયો બતાવીને કહ્યું કે, ‘ચાલ આપણે પણ આવું કરીએ.’ જોકે યુવકની આ હરકતથી કિશોર ભાગીને ઘરે જતો રહ્યો હતો અને માતાને જાણ કરી હતી, જેથી માતા અને માસી પાડોશી યુવકને ઠપકો આપવા જતાં યુવકની પત્ની અને બહેને ભેગા મળી કિશોરની માતા અને માસી સાથે મારામારી કરી ધમકી આપી હતી.
સરખેજ ફતેવાડીમાં રહેતો આમિર શુક્રવારે બપોરે 1 વાગ્યે ઘરની બહાર ઊભો હતો, ત્યારે પાડોશમાં રહેતા સલમાને તેને ઘરે બોલાવ્યો હતો. ત્યારબાદ સલમાન તેના ફોનમાંથી અશ્લિલ વીડિયો આમિરને બતાવી રહ્યો હતો. વીડિયો બતાવીને થોડીવારમાં સલમાને આમીરને કહ્યું હતું કે,ચાલ આપણે પણ આવું કરીએ. જોકે સલમાનની આ હરકત બાદ આમિર ત્યાંથી ભાગીને ઘરે જતો રહ્યો હતો અને તેણે શનિવારે રાતે તેની માતાને આ અંગે વાત કરી હતી.
આમિરની આ વાત સાંભળીને તેની માતાનો ગુસ્સો ચરમસીમાએ પહોંચ્યો હતો અને તે તેની બહેનને લઇને સલમાનના ઘરે ઠપકો આપવા ગઇ હતી. ત્યારે સલમાને આમિરની માતા અને માસી બંનેને ગડદા પાટુનો માર માર્યો હતો. 
આટલું જ નહીં સલમાનનો પક્ષ લઇને તેની પત્ની અને બહેન દોડી આવ્યાં હતાં અને તે ત્રણેયે ભેગા મળીને આમિરની માતા અને માસીને માર માર્યો હતો. જોકે આ ઘટનાના પગલે સ્થાનિક રહીશો ભેગા થઇ જતા આમિરની માતા અને માસીને બચાવવા માટે આમિરના પિતાએ પોલીસને ફોન કર્યો હતો, જેથી સરખેજ પોલીસ આવી પહોંચી હતી. આ અંગે આમિરની માતાની ફરિયાદના આધારે પોલીસે સલમાન, તેની પત્ની અને બહેન વિરુદ્ધ ગુનો નોંધી તે ત્રણેયની ધરપકડ કરી હતી. 
યુવક અને તેની પત્ની,બહેનની ધરપકડ
આમિરે માતાને ફરિયાદ કરતા તેની માતા અને માસી સલમાનના ઘરે પહોંચ્યા હતા. આ ઘટનાના પગલે લોકો ભેગા થઇ જતા સલમાને આમિરની માતાને ધમકી આપી હતી કે, ‘જે થયું તેમાં જો મારું નામ ક્યાંય આવ્યું તો તને જાનથી મારી નાખીશ.’ જોકે આ સમગ્ર મામલો પોલીસે સલમાન, તેમની પત્ની અને બહેનની ધરપકડ કરી છે.  (તમામ પાત્રોના નામ બદલેલ છે) 

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો