ફરિયાદ:અમદાવાદમાં સામાન લઈ જવા મુદ્દે નાનાએ મોટા ભાઈને ચપ્પું મારી દીધું

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • કૃષ્ણનગરમાં યુવકની પિતા-પુત્ર સામે ફરિયાદ
  • ઘરમાં મૂકેલા સામાન મુદ્દે ઝઘડો થયો હતો

કૃષ્ણનગરમાં ઘરમાં મૂકેલો સામાન લઈ જવા બાબતે પિતા-પુત્ર વચ્ચે ચાલતા ઝઘડામાં નાના ભાઈએ ઉશ્કેરાઈને મોટા ભાઇને છાતીમાં ચપ્પું મારી દેતાં કૃષ્ણનગર પોલીસે ફરિયાદ નોંધી છે.ઠક્કરનગરની ચામુંડાની ચાલીમાં રહેતા જયકિશન મકવાણાએ પિતા લક્ષ્મણભાઈ અને ભાઈ જયદીપ વિરુદ્ધ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ નવરાત્રીમાં પિતાએ મકાન ખાલી કરવાનું કહેતા જયકિશન એ જ ચાલીમાં ભાડાનું મકાન લઇ દશેરાના દિવસે પરિવાર સાથે ત્યાં રહેવા જતો રહ્યો હતો.

શુક્રવારે રાત્રે જયકિશનના પિતાએ ઘરમાં રાખેલો તેનો સામાન લઈ જવા કહેતા આ મુદ્દે ઝઘડો થયો હતો, જેમાં બોલાચાલી ઉગ્ર થતાં નાના ભાઈ જયદીપે જયકિશનને છાતીમાં ચપ્પું મારી દીધું હતું.

અન્ય સમાચારો પણ છે...