• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • The Younger Brother Called And The Police Rescued The Older Brother From Committing Suicide; Messaged To Brother Before Dropping In Sabarmati

અમદાવાદ પોલીસે જીવ બચાવ્યો:નાના ભાઈએ ફોન કર્યો અને પોલીસે મોટા ભાઈને આપઘાત કરતો બચાવ્યો; સાબરમતીમાં પડતું મૂકતાં પહેલાં ભાઈને મેસેજ કર્યો હતો

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મેસેજમાં લખ્યું, હું મરવા જઉ છું, સ્કૂટી રિવરફ્રન્ટના પાર્કિંગમાંથી લઈ લેજો, પણ પોલીસે લોકેશન શોધી પાળી પરથી નીચે ઉતાર્યો

રાજકોટથી એક નાગરિકે અમદાવાદ પોલીસને ફોન કરીને કહ્યું હતું કે, તેમના મોટાભાઈએ તેમને વોટ્સઅપ પર મેસેજ કરીને કહ્યું છે કે, તેઓ આત્મહત્યા કરવા જઈ રહ્યા છે તેમની સ્કૂટી રિવરફ્રન્ટ પોલીસ સ્ટેશનની સામેથી લઈ લેવી. આ મેસેજ મળતા વાસણા પોલીસે તપાસ હાથ ધરી આત્મહત્યા કરવા જતાં આધેડને શોધી કાઢી સમજાવી મામલો થાળે પાડ્યો હતો.

આ અંગેની વિગત એવી છે કે, રાજકોટમાં ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતા એક નાગરિકે અમદાવાદ પોલીસ કન્ટ્રોલરૂમમાં ફોન કરીને કહ્યું હતું કે, અમદાવાદમાં રહેતા તેમના મોટાભાઈએ તેમને વોટ્સઅપ પર એવો મેસેજ મોકલ્યો છે કે, હું આત્મહત્યા કરવા માટે જઈ રહ્યો છુ મારુ સ્કૂટી સાબરમતી રિવરફન્ટ પોલીસ સ્ટેશન સામે થી મેળવી લેજો. આ મેસેજ મળતા કન્ટ્રોલ રૂમ તરફથી વાસણા પોલીસને જાણ કરી આ બાબતે તાત્કાલિક કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી હતી.

આ મેસેજના આધારે વાસણા પોલીસ સ્ટેશનના પીઆઈ એમ સી ચૌધરીએ આત્મહત્યા કરવા ગયેલા પુરુષના પરિવારનો સંપર્ક કરી આત્મહત્યા કરવા જનાર પુરુષનો મોબાઈલ નંબર મેળવીને તેના આધારે લોકેશન મેળવતા તે વ્યકિત સાબરમતી રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશનમાં જાહેર પાર્કીગની આગળ હોવાનુ જણાતા વાસણા પોલીસની એક ટીમ તાત્કાલિક ત્યાં પહોચી ગઈ હતી અને આત્મહત્યા કરવા આવેલા પુરુષની ઓળખ કરતા તેઓ સાબરમતી રિવરફ્રન્ટ વેસ્ટ તરફની નદીની પાળ પર બેઠેલા મળી આવ્યા હતા.

પોલીસે આધેડની પાસે સાવચેતીથી જઈ તેમને કોર્ડન કરી લીધા હતા. ત્યારબાદ તેમની સાથે વાતચીત કરતા તેઓએ આત્મહત્યા કરવા પાછળની હકીકત જણાવી હતી. તે સાંભળી પોલીસે તેમને દરેક બાબતનો વિકલ્પ હોય છે. તેના માટે મહામૂલું જીવન ત્યાગવાનો મતલબ નથી. તેમ વાતચીત કરી આધેડને આત્મહત્યા નહીં કરવા સમજાવ્યા હતા. ત્યારબાદ આ આધેડને વાસણા પોલીસ સ્ટેશન લાવીને તેમના પરિવારને બોલાવી સોંપી ઉમદા કામગીરી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...