તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ક્રાઈમ:સોશિયલ મીડિયામાં મિત્રો સાથે ચેટ કરવા યુવતીને પોર્નસ્ટાર દર્શાવી દીધી

અમદાવાદ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મિત્રો તેની સાથે ચેટ કરતા ન હોવાથી થલતેજના યુવકનું કાવતરું

થલતેજના યુવાને સોશિયલ મીડિયામાં તેના મિત્રો તેની સાથે ચેટ કરતા ન હોઈ, તેણે એક યુવતીનો ફોટો પોતાના પ્રોફાઈલ પિકચર તરીકે મૂકી પોર્ન સ્ટારના પિકચર અપલોડ કરી મિત્રો વધારવાનો હીન પ્રયાસ કર્યો હતો. સાઇબર ક્રાઈમે યુવાનની ધરપકડ કરી છે.

આ મામલે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં એક યુવતી આવી હતી. જેણે પોલીસને ફરિયાદ કરી હતી કે,તેનો ફોટો કોઈએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મૂકી દીધો છે. જેમાં પોર્ન સાઈટના ફોટા અને વીડિયો અપલોડ કરવામા આવ્યા છે. જેના કારણે તેની પ્રતિષ્ઠા ખરડાઈ રહી છે અને તેના મિત્રો તથા સગાસબંધીઓમાં આ બાબતની ચર્ચા ઉઠી છે.

આ મામલે પોલીસે થલતેજના સુદર્શન ટાવરમાં રહેતા ધ્વનિલ ભાવિનભાઈ પટેલ( ઉ.વ.21) ની ધરપકડ કરી હતી. પોલીસે આરોપીની પૂછપરછ કરતાં, તેણે કહ્યું હતું કે, સોશિયલ મીડિયા આઈડી પર તેના કોઈ મિત્રો તેની સાથે ચેટ કરતા ન હતા આથી તેણે યુવતીનું ફેક સોશિયલ મીડિયા આઈડી બનાવી ચેટ થઈ શકે તે માટે પોર્ન સ્ટારના બિભત્સ ફોટા અપલોડ કર્યા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે બધા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરવામાં સક્ષમ રહેશો. તમારી ગુપ્ત પ્રતિભા લોકો સામે ઉજાગર થશે. જેનાથી તમારો આત્મવિશ્વાસ વધશે તથા માન-સન્માનમાં પણ વૃદ્ધિ થશે. ઘરની સુખ-સુવિધાને લગતી વસ્તુઓની...

વધુ વાંચો