તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખંડણી:પ્રેમસંબંધમાં તિરાડ પડવાથી યુવકે લગ્નનો ઈનકાર કરતાં યુવતીના પિતાએ રૂ. 10 લાખની ખંડણી માગી

અમદાવાદ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • યુવતીએ પણ કૃષ્ણનગરમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી

પ્રેમસંબંધમાં તિરાડ પડતા યુવકે સગાઈ તોડી નાખતા યુવતીના પિતાએ યુવક પાસેથી 10 લાખની ખંડણી માગી હતી. આ ઉપરાંત યુવતીએ પણ યુવક સામે કૃષ્ણનગરમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે.

કૃષ્ણનગરમાં રહેતો એક યુવક અભ્યાસ કરવા માટે કેનેડા ગયો હતો. જ્યાંથી સોશિયલ મીડિયા દ્વારા તેની ઓળખાણ અમદાવાદની જ એક યુવતી સાથે થઈ હતી. બંનેની વાતચીત પ્રેમમાં પરિણમી હતી અને યુવક અમદાવાદ આવ્યા બાદ તેને મળતો હતો. જો કે, પ્રેમ સંબંધ દરમિયાન યુવકને જાણવા મળ્યું કે, યુવતીને અન્ય યુવક સાથે સંબંધ છે, તેથી તેની સાથે બોલવાનું બંધ કરી દીધું હતું. જેથી યુવતીના પિતાએ લગ્ન ન કરવા હોય તો 10 લાખની ખંડણી માગી હતી. બીજી તરફ યુવતીએ પણ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં યુવક વિરુદ્ધ લગ્નની લાલચ આપી બળાત્કાર ગુજાર્યોનો આક્ષેપ કરતા જણાવ્યું છે કે, સોશિયલ મીડિયા દ્વારા ઓળખાણ થયા બાદ યુવકે તેને મળવા દુબઇ બોલાવી હતી. ત્યારબાદ અમદાવાદ આવ્યા બાદ 2 ઓગસ્ટે ચાંદખેડા પાસેની હોટલમાં અને નરોડા ગેલેક્ષી ખાતેના એક ગેસ્ટ હાઉસમાં બળાત્કાર ગુજાર્યો હતો. આ ઉપરાંત ઓફિસે આવીને વારંવાર હેરાન પરેશાન કરતો હતો.

ખંડણીની વાતનું યુવકના પિતાએ રેકોર્ડિંગ કર્યું
પોલીસ સૂત્રોના જણાવ્યાનુસાર, કેનેડાથી પરત ફરેલા યુવકને યુવતીનો અન્ય સાથે સબંધ હોવાનું જણાતા તેની સાથે વાત કરવાનું બંધ કરી દેતાં યુવતીના પિતાએ યુવકને બોલાવી રૂ.૧૦ લાખ માગ્યા હતા. જેથી યુવકના પિતાએ થોડો સમય માંગ્યો હતો. દરમિયાન યુવતીનો પરિવાર યુવકના પિતાની ઓફિસે ગયો હતો, જ્યાં લગ્ન ના કરવા હોય તો 10 લાખ આપવાની વાત કરતા યુવકના પિતાએ આ સમગ્ર વાતનું રેકોર્ડિંગ કરી લીધું હતું .

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો