વિવાદ:સેટેલાઈટમાં ફટાકડા ફોડવા બાબતે થયેલા ઝઘડામાં યુવકની ધોલાઈ, યુવક મિત્રનો પક્ષ લઈ વચ્ચે પડ્યો હતો

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • હુમલો કરનાર બે ભાઈ અને એક બહેન સામે સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ

સેટેલાઈટના રાજીવનગરમાં વાઘ બારસની રાતે ફટાકડા ફોડવા બાબતે ઝઘડો થતા 2 ભાઈ અને બહેને ભેગા મળી યુવકની ધોલાઈ કરી હતી. આ ઘટનાને પગલે સ્થાનિકો ભેગા થઇ જતા યુવકને વધુ મારથી બચાવી સારવાર માટે 108 બોલાવી હતી. આ મામલે યુવકે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

સેટેલાઈટમાં શક્તિ વિદ્યાલય પાસેના રાજીવનગરમાં રહેતા જિગર અનિલભાઈ જાદવ(21) પ્લમ્બિંગનું કામ કરે છે. સોમવારે રાતે જિગરભાઈ કામેથી ઘરે આવતાં રાજીવનગર-4ના ગેટ પાસેથી પસાર થતા હતા, ત્યારે ત્યાં કેટલાક લોકો ફટાકડા ફોડવા બાબતે ઝઘડો કરી રહ્યા હતા. આથી જિગરભાઈએ બાઈક સાઈડમાં પાર્ક કરીને ત્યાં જઇને જોયું તો તેમનો મિત્ર મેહુલ શિવાભાઈ સોરઠિયા અને તેનો પાડોશી ભરત લાલજીભાઈ મારવાડી વચ્ચે ફટાકડા ફોડવા બાબતે ઝઘડો ચાલતો હતો, જેથી જિગરભાઈ વચ્ચે પડતા ભરત મારવાડીએ જિગરભાઈને ગાળો બોલીને ઝઘડો કર્યો હતો.

આ વખતે ભરતના મોટાભાઈ મોહન અને બહેન વિમળાએ ત્યાં આવી, ત્રણેય ભાઈ-બહેને ભેગા મળીને જિગરને ગડદાપાટુ અને મૂઢ માર માર્યો હતો. આ ઘટનાના કારણે સ્થાનિકો ભેગા થઇ જતા જિગરને વધુ મારથી બચાવી 108 બોલાવી હતી. આ અંગે જિગરભાઈએ સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ભરતભાઈ, મોહનભાઈ અને વિમળાબેન સામે ગુનો નોંધી તપાસ આદરી છે.

અન્ય સમાચારો પણ છે...