લૂંટ:‘હું અહીંનો દાદા છું, પૈસા આપવા પડશે’ કહીને યુવકને લૂંટી લેવાયો

અમદાવાદ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઓઢવમાં ઘરે જઈ માર મારી પૈસા લૂંટનારા 2 સામે ફરિયાદ

ઓઢવમાં એક યુવકને બે શખ્સોએ રોકી ‘હું આ વિસ્તારનો દાદા છું, તારે મને પૈસા આપવા પડશે’ તેમ કહીને માર મારી તેના ખિસ્સામાંથી બે હજાર લૂંટી લેતાં યુવકે ઓઢવ પોલીસમાં બંને સામે ફરિયાદ નોંધાવી છે. રાજેન્દ્રપાર્કમાં રહેતા દેવાંગ માળી ઘર પાસે ઊભા હતા તે વખતે વિપુલ દેસાઈ અને સૌરભ ઉર્ફે કાર્ટુને આવીને કહ્યું હતું કે, ‘મેં તારી પાસે વાપરવા દસ હજાર માગ્યા હતા, તું કેમ પૈસા આપતો નથી.’ આથી દેવાંગે ‘મારા પૈસા હું તને કેમ વાપરવા આપું’ તેમ કહેતાં બંનેએ ‘હું આ વિસ્તારનો દાદા છું, તારે મને પૈસા આપવા જ પડશે.’ આટલું કહી દેવાંગને લાકડાના દંડાથી મારી ખિસ્સામાંથી 2 હજાર લૂંટી લીધા હતા અને ધમકી આપી હતી કે, ‘જો હવે પૈસા આપવાની ના પાડીશ તો મારી નાખીશ.’ બીજી બાજુ ગભરાયેલા દેવાંગે પોલીસને ફોનથી ઘટનાની જાણ કરી, બાદમાં ઓઢવ પોલીસમાં વિપુલ અને સૌરભ સામે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...