નિર્ણય:યુવક સગાઈના બીજા દિવસે જ અકસ્માતમાં બ્રેનડેડ થયો, પરિવારના અંગદાનના નિર્ણયથી પાંચને નવજીવન મળશે

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

સાબરકાંઠાના તલોદમાં રહેતા અને ત્રણ બહેનોના એકના એક ભાઇને ગંભીર અકસ્માત બાદ બ્રેઇનડેડ જાહેર કરાયા બાદ પરિવારે યુવાનના અંગોનું દાન કરતાં પાંચ લોકોને નવજીવન મળશે. મૃતક યુવાનની સગાઈ પાંચ દિવસ પહેલાં જ થઈ હતી.

સાબરકાંઠાના તલોદ તાલુકામાં રહેતા મેહુલભાઈ પરમારે બાળપણમાં જ માતા-પિતાની છત્રછાયા ગુમાવી દીધી હતી. નાનપણથી ત્રણ બહેનો સાથે રહીને મોટો થયો હતો. બાળપણથી જ મેહુલના જીવનમાં ઘણો સંઘર્ષ હતો. આકરી મહેનત કરીને પોતાનું અને 3 બહેનોના બનેલા પરિવારનું ગુજરાન ચલાવતો હતો. મેહુલભાઈની 12 ડિસેમ્બરે જ સગાઈ થઈ હતી, પરંતુ સગાઈના બીજા જ દિવસે 13 ડિસેમ્બરના રોજ તલોદ રોડ પર અકસ્માત થતાં મેહુલને સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લવાયાે હતાે. જ્યાં તબીબો દ્વારા તેને બ્રેઇન ડેડ જાહેર કરાયાે હતાે. પરિવારજનોએ અંગદાન માટે સંમતિ આપ્યા બાદ મેહુલના હૃદય, લીવર, સ્વાદુપિંડ અને બંને કિડની જેવા અંગોના દાનથી 5 વ્યક્તિઓને જીવતદાન મળશે.

અન્ય સમાચારો પણ છે...