હૈદરાબાદની એક કંપનીમાં નોકરી કરતી કલકતાની યુવતીના લગ્ન અમદાવાદના યુવાન સાથે નક્કી થયા હતા. જો કે સગાઈ થયા બાદ યુવતી અમદાવાદ આવી હતી અને હોટલમાં રોકાઈ હતી. ત્યાં તેને મળવા ગયેલો મંગેતર રેસ્ટોરન્ટમાંથી સુગર કયુબ લઈ ગયો હતો. જેમાં કેફી પીણું ભેળવીને યુવતીને ચા પીવડાવી બેભાન કરીને શરીર સુખ માણ્યંુ હતું. ત્યારબાદ યુવાને લગ્નની ના પાડતા યુવતીએ ફરિયાદ નોંધાવી હતી.
ખાનગી કંપનીમાં વાર્ષિક રૂ.30 લાખના પગારથી નોકરી કરતી યુવતી મેટ્રો મોનિયલ સાઈટ ઉપર આ યુવતી સરસપુરમાં રહેતા અને ખાનગી કંપનીમાં એક્ઝિક્યુટિવ તરીકે નોકરી કરતા આમીર શેખ ના સંપર્કમાં આવી હતી. બંનેએ પરિવારના સભ્યોની સંમતિથી સગાઈ કરી હતી.
સગાઈના 2 - 3 દિવસ બાદ યુવતી અમદાવાદ આવી હતી અને સરખેજ વિસ્તારની એક હોટલમાં રોકાઈ હતી. ત્યાં આમીર તેને મળવા ગયો હતો. ત્યારે બંને રેસ્ટોરન્ટમાં ગયા ત્યારે આમીર ત્યાંથી સુગરના 2 -3 ક્યૂબ સાથે લીધા હતા. જ્યારે બીજા દિવસે આમીર ફરી વખત યુવતીને મળવા તેના રૂમમાં ગયો હતો અને ચા બનાવીને પીવડાવુ તેમ કહેતા આમીરે ચા બનાવતા બંનેએ પીધી હતી.
ચા પીધા બાદ યુવતી બેભાન થઇ ગઈ હતી અને ભાનમાં આવી ત્યારે નગ્ન હાલતમાં હતી અને શરીરે કપડાં પણ ન હતા. જેથી આમીરે તેની સાથે શરીર સુખ માણ્યું હતું. ત્યારબાદ આમીરે સગાઈ તોડી દેવાની વાત કરી હતી. જ્યારે આમીરના પિતાએ અન્ય જગ્યાએ લગ્ન કરવાનું કારણ રજૂ કરી સગાઈ તોડી દીધી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.