તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાદાગીરી:યુવતીએ સગાઈની ના પાડતા યુવકે જાનથી મારી નાખવાની ધમકી આપી

અમદાવાદ23 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • યુવતીની બહેનના ફોટા વહેતા કરતા સરખેજમાં પોલીસ ફરિયાદ
 • યુવતીએ નંબર બદલી દેતા તેની બહેનને ફોન કરીને ધમકી આપતો

યુવાન કોઈ કામ ધંધો કરતો નહીં હોવાથી તેમજ નશાનો બંધાણી હોવાથી યુવતીના પરિવારના સભ્યોએ દીકરીની સગાઈ યુવાન સાથે કરી ન હતી, જેની અદાવત રાખીને યુવાન યુવતી અને તેની બહેનને ફોન કરીને તેની સાથે બોલવા અને સગાઈ કરવા માટે દબાણ કરતો હતો. તેમ છતાં યુવતી અને તેના પરિવારના સભ્યો નહીં માનતા આખરે યુવાને યુવતી અને તેની બહેનના ફોટા સોશિયલ મીડિયામાં વહેતા કરી દીધા હતા. આ અંગે યુવતીની માતાએ યુવાન વિરુદ્ધ સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

સરખેજમાં રહેતી મોના(17) ની સગાઈ દહેગામમાં રહેતા અંકિત સાથે કરવા માટે આઠ મહિના પહેલા વાત ચાલતી હતી. જોકે ત્યારે મોના નાનીબહેનને લઈને અંકિત સાથે ફરવા પણ ગઈ હતી. ત્યારે અંકિતે બંને બહેનોના ફોટા મોબાઇલમાં પાડ્યા હતા. જોકે અંકિત કોઈ કામ ધંધો કરતો ન હતો અને નશાનો બંધાણી હતો, જેથી મોનાના માતા - પિતાએ મોનાની સગાઈ તેની સાથે કરી ન હતી. ત્યારથી મોનાએ પણ અંકિત સાથે બોલવાનું બંધ કરી દીધું હતું.

આમ છતાં અંકિત મોનાને ફોન કરીને કહેતો કે, ‘તુ મારી સાથે સગાઈ નહીં રાખે તો હું તને જાનથી મારી નાખીશ’. જો કે અંકિત અવાર નવાર ફોન કરીને મોનાને હેરાન પરેશાન કરતો હોવાથી મોના એ નંબર બદલી દીધો હતો. જેથી અંકિત મોનાની નાની બહેનને ફોન કરીને કહેતો કે, ‘તું મોનાને કહી દેજે કે મારી સાથે સગાઈ રાખે અને વાત કરે’. તેમ છતાં મોના તેની સાથે બોલતી ન હતી. આથી અંકિતે 3 ફેબ્રુઆરીએ મોના અને તેની બહેનના ફોટા સોસશયલ મીડિયા ઉપર વહેતા કરી દીધા હતા. આટલું જ નહીં તેણે ફોટા વહેતા કર્યા હોવા અંગે મોનાની નાની બહેનને અંકિતે જ ફોન કરીને જાણ કરી હતી. આ અંગે મોનાની માતાએ અંકિત વિરુદ્ધ સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો