છેતરપિંડીનો પ્રયાસ:બોગસ દસ્તાવેજ પર ટિકિટ લઈ યુવક ફ્લાઇટ સુધી પહોંચી ગયો, પહેલા મુંબઈની ટિકિટ લીધા પછી મુસાફરી રદ કરાવી

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ એરપોર્ટ - ફાઇલ તસવીર - Divya Bhaskar
અમદાવાદ એરપોર્ટ - ફાઇલ તસવીર
  • ખોટા આધારકાર્ડથી દિલ્હીની ટિકિટ લીધી પણ ઝડપાયો

દિલ્હીના યુવકે બોગસ દસ્તાવેજ બનાવી તેના આધારે વિસ્તારા એરલાઈન્સની અમદાવાદથી મુંબઈની ફ્લાઈટમાં ટિકિટ બુક કરાવી હતી. આ ટિકિટના આધારે યુવક એરપોર્ટ પર બોર્ડિંગ પાસ લઈ સિક્યોરિટી હોલ્ડ એરિયામાં થઈ એરોબ્રિજ સુધી ગયો હતો. પરંતુ ફ્લાઈટમાં બેસવા જતા પહેલા જરૂરી ડોક્યુમેન્ટ ભૂલી ગયો હોવાનું જણાવી તે ઓફલોડ થયો હતો એટલે કે મુસાફરી કેન્સલ કરી હતી.

ત્યારબાદ બીજા દસ્તાવેજના આધારે વિસ્તારાની દિલ્હીની ફ્લાઈટમાં ટિકિટ બુક કરાવી હતી. ત્યારબાદ બોર્ડિંગ પાસ લેવા જતા એરલાઈન્સના કર્મચારીઓને શંકા ગઈ હતી અને તેમણે સુરક્ષા જવાનોને બોલાવી ચેક કરતા યુવકે બોગસ દસ્તાવેજ તૈયાર કરાવી તેના આધારે ટિકિટ બુક કરવાવી છેતરપિંડી કરી હોવાનું જણાવતા તેની સામે એરપોર્ટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

દિલ્હીના સરફરાઝખાને ગાઝિયાબાદના બોગસ સરનામાના આધારે નામ બદલી સમીર કિશનલાલના નામે બોગસ ઈલેક્શન કાર્ડ બનાવ્યું હતું. ત્યારબાદ આ બોગસ ઈલેક્શન કાર્ડના આધારે તેણે 7 જુલાઈની અમદાવાદથી મુંબઈની ટિકિટ બુક કરાવી હતી.

ઠગાઈના ઇરાદે બોગસ દસ્તાવેજ તૈયાર કરાવ્યા
યુવકે ફરી વિસ્તારાના બુકિંગ કાઉન્ટર પર જઈ આધારકાર્ડ પરથી સરફરાઝ નામથી દિલ્હી જતી ફ્લાઇટમાં ટિકિટ બુક કરાવી અને ચેક-ઇન કરાવવા બોર્ડિંગ કાઉન્ટર પર પહોંચ્યો. જોકે શંકાને આધારે તેની પૂછપરછ કરવામાં આવતા ટિકિટ બોગસ દસ્તાવેજ પરથી બનાવવાનું પકડાયું હતું. તેણે ઠગાઈના ઇરાદે બોગસ દસ્તાવેજ બનાવડાવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...