અમદાવાદમાં અપહરણ બાદ દુષ્કર્મ:અપડાઉન કરતા રેલવે ગાર્ડના પ્રેમમાં પડી યુવતી, સંબંધ તોડતા યુવકે મિત્ર સાથે મહિનાઓ સુધી દુષ્કર્મ કર્યું

અમદાવાદ3 મહિનો પહેલા

શહેરમાં રહેતી યુવતીએ પ્રેમસંબંધ રાખવાનો ઇનકાર કરતા પ્રેમીએ મિત્ર સાથે મળીને અપહરણ કરીને આચર્યું દુષ્કર્મ હોવાની ઘટના બની છે. યુવતી ગર્ભવતી થઇ અને દીકરીને જન્મ પણ આપ્યો હતો. બે વર્ષ બાદ મહિલા પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાતા પોલીસે આરોપી અને તેના બે મિત્રો સહિત 3ની કરી ધરપકડ કરી છે.

લગ્નની વાત છુપાવી યુવતી સાથે સંબંધ બાંધ્યા
બનાવની વિગતવાર વાત કરીએ તો વર્ષ 2016માં જૂનાગઢ રહેતી યુવતી અમદાવાદ કોલેજમાં ભણવા આવી હતી. ત્યારે વાસણા ખાતે પીજીમાં ભાડે રહી દર પંદર દિવસે અપડાઉન કરતી હતી. આ દરમિયાન વર્ષ 2017માં જૂનાગઢ રેલવે સ્ટેશન પર તેનો પરિચય કેતન નામના યુવક સાથે થયો. બાદમાં બંને વચ્ચે ગાઢ સંબંધ બંધાયા જે બાદમાં આરોપી કેતને લગ્નની લાલચ આપી અવાર નવાર અલગ અલગ અનેક જગ્યાઓએ લઈ જઈ દુષ્કર્મ આચર્યું. વર્ષ 2020 સુધી આરોપીએ અવાર નવાર આમ દુષ્કર્મ આચર્યું. આ દરમિયાન યુવતીને જાણ થઈ કે કેતન પરિણીત છે જેથી કેતને કોઈને ન કહેવાની ધમકીઓ આપવાનું શરૂ કર્યું હતું.

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

યુવતીએ ફરિયાદ નોંધાવતા મિત્ર સાથે મળી અપહરણ કર્યું
ભોગ બનનાર યુવતી અને આરોપીના પ્રેમ સબંધમાં કેતન પરિણીત હોવાની જાણ થતાં યુવતીને ધમકી મળી જે બાદ યુવતીએ જૂનાગઢમાં ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદ પરત લેવા કેતન અને હુસૈન રફાઈએ યુવતીનું અપહરણ કરી કોડીનારના એક ગામમાં અનેક મહિનાઓ સુધી ગોંધી રાખી અને અવાર નવાર કેતન અને હુસૈન જમવા આપવાના બહાને તેની પર બળાત્કાર ગુજાર્યો હતો. યુવતીએ ભાગવાની કોશિશ કરી પણ સફળ ન થઈ શકી.

બંને આરોપીઓની પોલીસે કરી ધરપકડ
વર્ષ 2021માં યુવતીને દુ:ખાવો થતા તેને હોસ્પિટલમાં લઈ જવાઈ હતી ત્યાં તેને ગર્ભ હોવાની જાણ થઈ અને દીકરીને જન્મ પણ આપ્યો. જ્યાં આરોપી કેતને યુવતી પર બળાત્કાર થયો તેવું કોઈને ખબર ન પડે તે માટે ડોક્યુમેન્ટમાં પિતા તરીકે તેનું નામ લખાવ્યું. બાદમાં ધમકીઓ આપવાનું શરૂ કર્યું. સમગ્ર મામલે આરોપી કેતન ડેર, હુસૈન રફાઈ તથા અન્ય એક આરોપીની મહિલા પોલીસે જૂનાગઢ અને પોરબંદરથી બળાત્કાર અને ધમકી આપવામાં ગુનામાં ધરપકડ કરી છે.

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

આરોપીની રેલવે સ્ટેશન પર યુવતી સાથે મુલાકાત થઈ હતી
આરોપી કેતન રેલવેમાં ગાર્ડ છે, હુસૈન રીક્ષા ચલાવે છે અને રેલવેમાં ગાર્ડ હોવાથી યુવતી સાથે સ્ટેશન પર તેની મુલાકાત થઈ હોવાનું તપાસમાં સામે આવ્યું છે. ત્યારે હાલ પોલીસે સમગ્ર બાબતોને લઈને પુરાવા એકઠા કરી તપાસ શરૂ કરી છે. બીજીતરફ યુવતીને પણ માસિક આવતું હોવાથી ગર્ભની જે તે સમયે જાણ ન થતા તપાસમાં ડોકટરના નિવેદન અને પુરાવા કબ્જે કરવા પોલીસે તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...